BreakingNews Gujarat Trending

Breaking : પર્યાવરણના દિવસે ધરા ધ્રુજી, બનાસકાંઠા અને આબુમાં ભૂકંપના હળવા આંચકા,લોકો ઘરની બહાર દોડી ગયા

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : આજે વિશ્વ પર્યાવરણ દિવસ ના રોજ આશરે 9:30 કલાક ની આજુબાજુ અમદાવાદ, બનાસકાંઠાના ડીસા, પાલનપુર અને માઉન્ટ આબુ માં દસ સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હોઇ લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી ગયા હતા. જોકે આ આચકાનું કેન્દ્ર બિંદુ ક્યાં છે તે હજુ સુધી નક્કી થયું નથી. પરંતુ અંબાજી થી આબુ રોડ વચ્ચે કેન્દ્ર બિંદુ હોવાનું એક અનુમાન છે.

પાલનપુરના અમીરગઢ પંથકમાં ભૂંકપનો આંચકો અનુભવાયો છે. રાત્રે 9.32 વાગ્યાની આસપાસ ભૂંકપના આંચકાનો અનુભવ થતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ગભરાયેલા લોકો ઘરની બહાર સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે આ ભૂંકપના આંચકાની તિવ્રતા 4.5ની આસપાસ છે.