ચૂંટણી લડનારા ઉમેદવારો માટે EC ની નવી ગાઈડલાઈન : જો ભૂલ કરી તો નહીં લડી શકાય ચૂંટણી

0
2363

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :    હવે ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો માટે ઈલેક્શન કમીશને નોમિનેશન માટે રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો માટે સંશોધિત ગાઈડલાઈન બહાર પાડી છે. તેમા પાર્ટીઓ અને ઉમેદવાર દ્વારા તેમના ક્રિમિનલ રેકોર્ડની પબ્લિસિટીના સમયમાં ફેરફાર કરાયો છે. આ મુજબ રાજકીય પાર્ટીઓને પોતાના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવારોએ પોતાના ક્રિમિનલ બેકગ્રાઉન્ડની જાણકારી ત્રણવાર ન્યૂઝ પેપર અને ટેલીવિઝન પર આપવાની રહેશે.

પ્રથમ પબ્લિસિટી: નોમિનેશન પરત લેવાની અંતિમ તારીખના શરૂઆતના 4 ચાર દિવસોની અંદર જાણકારી આપવી પડશે.

બીજી પબ્લિસિટી: નોમિનેશન પરત લેવાની તારીખમાં 5થી 8 દિવસ બાકી રહે તે દરમિયાન જાણકારી આપવી પડશે.

ત્રીજી પબ્લિસિટી: ચૂંટણી પ્રચારમાં જ્યારે 9 દિવસ બાકી રહે, ત્યારથી લઈને ચૂંટણી પ્રચાર પૂર્ણ થાય તે પહેલા આ જાણકારી આપવી પડશે. ચૂંટણી પ્રચાર મતદાનના બે દિવસ પહેલા સમાપ્ત થાય છે.

ઈલેક્શન કમિશનનું કહેવું છે કે આ પ્રક્રિયાથી મતદાર, પાર્ટીઓ અને ઉમેદવારમાં જાગૃતિ આવશે. તેનાથી મતદારને પોતાની પસંદગીનો ઉમેદવાર નક્કી કરવામાં મદદ મળશે. કમીશને કહ્યું કે અમારો હંમેશા એવો આગ્રહ રહ્યો છે કે લોકશાહીને મજબૂત કરવા માટે તેનો કડકાઈ પૂર્વક અમલ કરવામા આવે. તે તાત્કાલિક અસરથી લાગુ થશે.