આનંદો ! ઊંઝા MLA ડો.આશાબેન પટેલની રજૂઆતને પગલે વડનગરમાં આધારકાર્ડ સેન્ટર (CSC) શરૂ કરાયું

0
1384

મોર્નિંગ ન્યુઝ ફોકસ વડનગર : ઊંઝાના સક્રિય ધારાસભ્ય ડો.આશાબેન પટેલે તાજેતરમાં જ વડનગરની મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સંબંધિત અધિકારીઓને સરકારની યોજનાઓનો સારી રીતે લાભ મળે તે માટે સૂચનો કર્યા હતા. જોકે મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ માટેની કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ હોવાની ફરિયાદ ધારાસભ્યને જાણ થઈ હતી.

જેને લઇ ધારાસભ્ય ડો.આશાબેન પટેલે મહેસાણા જિલ્લા કલેકટરને પત્ર લખી સત્વરે વડનગરમાં સી.એસ.સી. સેન્ટર ફાળવવાની માગણી કરી હતી કારણકે વડનગરના લોકોને આધારકાર્ડની કામગીરી માટે ખેરાલુ સુધી જવું પડતું હોય નાણાં અને સમયનો વ્યય થતો હતો ત્યારે ધારાસભ્યની રજૂઆતને પગલે વડનગર મામલતદાર કચેરીમાં તાત્કાલિક અસરથી CSC સેન્ટર ફાળવવામાં આવતાં શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.