EDUCATION Gujarat

વિદ્યાર્થીઓ આનંદો ! વાલી મંડળની રજૂઆત બાદ રાજય સરકારે ધો.12 સાયન્સમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે લીધો મહત્વનો નિર્ણય

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 9મી મેએ જાહેર કરાયેલ 12 સાયન્સનું પરિણામ  72.01 ટકા જેટલું નીચું રહેતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.કારણ કે મોટી સંખ્યામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ નાપાસ થતા તેમના ભવિષ્ય સામે સંકટ ઊભું થયું હતું.એમાંય ખાસ કરીને બે વિષયમાં નાપાસ થનાર ની સંખ્યા વધારે હોઇ વાલીઓએ ગઇ કાલે ડો.કનુભાઈ ની આગેવાનીમાં Dy. CM નીતિન પટેલ ને રજૂઆત કરી હતી.જેને લઇ શિક્ષણ વિભાગે બે વિષયમાં નાપાસ વિધાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.

મળતા અહેવાલ મુજબ વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે ગુજરાત શિક્ષણ બોર્ડને કરાયેલી વિનંતી બાદ એવો નિર્ણય લેવાયો છે કે જુલાઈ મહિનામાં યોજાનારી પૂરક પરીક્ષામાં એકના બદલે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. આ નિર્ણયથી 12 સાયન્સમાં બે વિષયમાં નાપાસ થયેલા હજારો વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની તક મળશે અને તેમને આખું વર્ષ નહીં બગડે.

ઉલ્લેખનીય છે કે 12 સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમનો અમલ કરાયો ત્યારથી પાછલા 6 વર્ષોમાં આ વખતે સૌથી નીચું પરિણામ આવ્યું હતું. કેમસ્ટ્રીની સાથે બાયોલોજી અને ફિઝિક્સમાં વધારે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. રાજકોટ જિલ્લામાં સૌથી ઊચું 84.47 ટકા પરિણામ આવ્યું હતુ, જ્યારે છોટા ઉદેપુરમાં સૌથી ઓછું 29.81 ટકા પરિણામ આવ્યું હતું.