રૂપાણી સરકારે કોરોનાને નાથવા 211 કરોડનો ધુમાડો કર્યો છતાં પણ પરિસ્થિતિ જૈસે થે ! જાણો-કોણ છે જવાબદાર?

રૂપાણી સરકારે કોરોનાને નાથવા 211 કરોડનો ધુમાડો કર્યો છતાં પણ પરિસ્થિતિ જૈસે થે ! જાણો-કોણ છે જવાબદાર?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજ્યમાં કોરોના ની સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી જોકે જનજીવન સામાન્ય બની ગયું હતું પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય નેતાઓએ પોતાના રાજકીય અભરખા પૂરા કરવા માટે પ્રજાના સ્વાસ્થ્યની જરા પણ પરવા કર્યા વિના રેલીઓ અને સભાઓ વગેરે તાયફાઓ કરીને કોરોના ને આમંત્રણ આપ્યું હતું. જેને લઇ એકવાર ફરીથી રાજ્યમાં lockdown દરમિયાન જે સ્થિતિ હતી એના કરતાં પણ વધારે ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે.

વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પૂછેલાં એક સવાલના જવાબમાં આરોગ્ય વિભાગે જવાબ આપ્યો કે, વર્ષ 20-21માં કોરોના મહામારી માટે કેન્દ્ર સરકારે રૂા.308 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી તે પૈકી રૂા.211 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો તે પૈકી હજુય  રૂા.96.97 કરોડ વપરાયા નથી.અર્થાત કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે ગુજરાત સરકારે રૂા.211 કરોડ જેટલી માતબર રકમ વાપરી હતી. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, દાંડીયાત્રા, ક્રિકેટ મેચે જ કરોડોના ખર્ચ પણ પાણી ફેરવી દીધુ હતું.

આજે અગાઉ જે પરિસ્થિતિ હતી તે સ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયુ છે જેના કારણે કરોડોના ખર્ચ પછીય હતાં ત્યાંને ત્યાં આવીને ગુજરાત ઉભુ રહ્યુ છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ માંડ માંડ કાબૂમાં આવી હતી. એક બાજુ,ડોક્ટરો-પેરામેડિકલ સ્ટાફની આૃથાગ મહેનતના પરિણામે કોરોનાના કેસો એટલી હદે ઘટયાં હતાં કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તો કોરોના વોર્ડ બંધ કરવો પડયો હતો. ત્યાં સૃથાનિક સ્વરાજની ચૂંટણી જીતવાના અભરખામાં રાજકીય નેતા-કાર્યકરો બિન્દાસ બનીને ચૂંટણી પ્રચારમાં મશગૂલ બન્યા હતા.ચૂંટણી જીતવા માટે પ્રચંડ પ્રચાર રેલી-જાહેર સભાઓ યોજાઇ હતી. આટલું ઓછુ હોય ત્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટી ટ્વેન્ટી મેચનો હજારો દર્શકોએ આનંદ માણ્યો હતો . ભાજપ સરકારના કેટલાંય કાર્યક્રમ આયોજિત થયા પરિણામે કોરોનાને ખુલ્લુ આમંત્રણ મળ્યુ હતું. અને ત્યાર બાદ હાલમાં ગુજરાત કોરોનાની એપી સેન્ટર બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.