Exclusive : PM મોદીની અપીલને અમિત શાહે પણ ના ગણકારી : માસ્ક ના પહેરતાં સોશ્યલ મીડિયામાં ટીકા, જુઓ વિડીયો

0
1521

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા ) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારંવાર કોરોના થી બચવા માટે સોશિયલ distance અને માસ્ક પહેરવા માટે સતત આગ્રહ કરી રહ્યા છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ અપીલને ભાજપના નેતાઓ જ નજર અંદાજ કરી રહ્યા હોવાના કિસ્સા અવારનવાર મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચાતા રહે છે. ત્યારે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પણ પ્રધાનમંત્રી ની સોશિયલ distance અને માસ્કની અપીલ ને નજર અંદાજ કરી હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં થવા લાગી છે.

તાજેતરમાં અમિત શાહ ગુજરાત માણસા પોતાના વતનમાં આદ્ય શક્તિની પૂજા અર્ચના માટે આવ્યા હતા ત્યારે તેમણે માસ્ક પહેર્યુ ન હોવાના તેમજ તેમના પ્રવાસ દરમિયાન સોશિયલ distance ના ધજાગરા ઉડાડતા હોવાના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ગૃહમંત્રી અમિત શાહની યુઝર્સ ટીકા કરી રહ્યા છે. યૂઝર્સ ટીકા કરતાં લખે છે કે જો આમ આદમી માસ્ક ન પહેરે તો તેની પાસેથી ૧૦૦૦ રૂપિયા જેટલો દંડ વસુલ કરવામાં આવે છે તો અમિત શાહે પણ માસ્ક ધારણ કર્યું ન હતું ત્યારે એમની પાસેથી આ દંડ વસૂલ કરવામાં આવશે ખરા ? અત્રે નોંધનીય છે કે અમિત શાહ પણ કોરોના નો શિકાર બની ચુક્યા છે કોરોના સામે ના લાંબા જંગ બાદ તેઓ સ્વસ્થ થયા છે.