Editorial Gujarat Politics

Exclusive : રૂપાણી સરકાર કોનાથી ડરી જઇને સચિવાલયના દરવાજાઓ પર ભાલા લગાવડાવી રહી છે ?

મો.ન્યુ.ફો.નેટવર્ક : (સુના સો ચુના) : ગુજરાત ની રૂપાણી સરકાર સામે જનતામાં છૂપો આક્રોશ જોવા મળી રહ્યો છે,તો બીજી બાજુ આ આક્રોશ ને લઇ રૂપાણી સરકાર સામે સતત આંદોલનો થતા જોવા મળ્યા છે,જેમા સચિવાલય નો ઘેરાવો કરવા ના પણ પ્રયાસ થયાં છે,પાટીદાર આંદોલન,ખેડુતો નું આંદોલન,ફિક્સ પગારદાર,આશા વર્કર બહેનો વગેરે એ કરેલા આંદોલનો એ સરકાર સામે નો ઍક રોષ હતો,પણ લોકશાહી ને દમન થી દબાવી નાખવામાં માહિર ભાજ્પ સરકારે લોકશાહી ના અધિકારોને છીનવી લેવામાં પણ કાંઇ બાકી રાખ્યું નથી ત્યારે હવે રૂપાણી સરકારે ગાંધીનગર ના સચિવાલય ના દરવાજા પર ભાલા રોપાવતા તરેહ તરેહ ની ચર્ચાઓ થવા લાગી છે.

હાલના PM મોદી જે સમયે ગુજરાતના CM હતાં ત્યારથી સચિવાલય માં જડબેસલાક બંદોબસ્ત છે.ત્યારે આ ડરપોક સરકાર સચિવાલયના દરવાજા પર ભાલા રોપાવી રહી છે !! ત્યારે સવાલ એ પેદા થાય છે કે હાલના જનસેવકો ઉપર એવું તે કયુ જોખમ ઉભું થયુ છે ? કોના આંદોલનનો ડર છે કે સલામતીના નામે ઝાંપા પર પણ ધારદાર ભાલા વેલ્ડીંગ કરવા પડ્યા છે ?

આ મુદ્દે કૉંગ્રેસ ના મનીષ દોષી એ તીખી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતુ કે સરકારે જાતે રાજ્યમાં અશાંતિ ની સ્થિતી પેદા કરી છે,અરાજકતા ફેલાવી છે, જેને લઇ તમામ સમાજનાં લોકોમાં સરકાર પ્રત્યે આક્રોશ છે.ત્યારે સરકાર પ્રજા થી ડરી ગઇ છે.સરકાર પોતાના એજન્ટો અને દલાલો ને જ સચિવાલય માં ઘૂસવા દેવા માગે છે,સામાન્ય લોકો માટે સચિવાલય ને તાળા માર્યા છે.દરવાજા પર ભાલા લગાવડાવી સરકારે લોકશાહી વિરૂદ્ધ ની પોતાની માનસિકતા છતી કરી છે.