Exclusive : ઊંઝા APMC સામે 15 કરોડના સેસ કૌભાંડનો આક્ષેપ કરનાર સૌમિલ પટેલ શુ રાજા હરિચંદ્ર જેટલો સત્યવાદી છે ? સૌમિલના બેબુનિયાદ આક્ષેપો પાછળ કોનું પીઠબળ ?

0
1516
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) :  ઊંઝા એપીએમસી સામે ૧૫ કરોડના કૌભાંડનો આક્ષેપ કરીને સેસ વિભાગના ટેબલ ની જવાબદારી સંભાળનાર ક્લાર્ક સૌમિલ પટેલ હવે બરાબર ફસાઈ ગયો છે. પોતાની જાતને સાચી સાબિત કરવા માટે તે મનફાવે તેમ બેબુનિયાદ આક્ષેપો કરી રહ્યો છે. જોકે થોડા સમય અગાઉ તેણે જીરા ની બોરીમાં ગોલમાલ નો આક્ષેપ લગાવ્યો હતો પરંતુ એ અંગે પણ એપીએમસીના સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલે ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ કરી દેતાં હવે સૌમિલ હવે બેબુનિયાદ વાતો કરીને પોતે સાચો હોવાનું સાબિત કરવાના પ્રયત્નો કરી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સૌમિલ કોઈ મોટા માથાઓ નો મોહરો બન્યો હોય એવું હવે ઊંઝામાં ચોરે અને ચૌટે ચર્ચાવા લાગ્યું છે.       
                               
જોકે એક ખ્યાતનામ ગુજરાતી ચેનલ ના ટીવી ઈન્ટરવ્યૂમાં સૌમિલ પટેલે જણાવ્યું હતું કે તેણે પુરાવા સૌપ્રથમ ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચુકેલા અને વર્તમાન સમયના ઊંઝા એપીએમસીના નગરપાલિકા વતી મુકાયેલા ડિરેક્ટર એવા મીનાબેન પટેલને પુરાવા આપ્યા હતા. તેણે જણાવ્યું હતું કે મીનાબેન પટેલ ની છબી સ્વચ્છ છે તેમનો અગાઉ નો વહીવટ પારદર્શક રહ્યો છે તેથી તેણે મીનાબેન પટેલ ને આ પુરાવા આપ્યા હતા. તો વળી ધમા મિલન કોણ છે એમ પૂછાયેલા એક સવાલ માં તેણે જણાવ્યું હતું કે તેને આ વિશે વધારે ખબર નથી.                                                 
અત્રે નોંધનીય છે કે મીનાબેન પટેલ ઊંઝા નગરપાલિકા વતી એપીએમસીમાં ડિરેકટર છે. પરંતુ એ જાણીને તમને આશ્ચર્ય થશે કે મીનાબેન પટેલ એપીએમસીમાં માત્ર કોઈ મીટીંગ હોય તો સહી કરીને રોકાતા પણ નથી. મોટાભાગના કર્મચારીઓને પણ તેઓ ઓળખતા નથી. એટલું જ નહીં કયો વિભાગ ક્યાં આવેલો છે તેના વિશેની પણ તેમની પાસે જૂજ માહિતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે જેમના વહીવટને સૌમિલ પટેલ પારદર્શક ગણાવ્યો છે એ મીનાબેન પટેલ ના પતિ જીતુ મિલન સામે ભૂતકાળમાં કાયદાકીય કોરડાઓ વિણઝાયેલ છે. એટલું જ નહીં તેમના કાર્યકાળ દરમિયાન પણ નગરપાલિકાના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
બીજું કે સૌમિલ પટેલ જ્યારે એમ કહે છે કે તે ધમા મિલન નામના વ્યક્તિને ઓળખતો નથી ત્યારે ચોંકાવનારી હકીકત તો એ છે કે જે મીનાબેન પટેલના વહીવટને પારદર્શક ગણાવી રહ્યો છે તે મીનાબેન પટેલ એ ધમા મિલનના ભાભી છે. ધમા મિલન ના જુગારધામ પર થોડાંક સમય પૂર્વે દરોડા પાડયા હતા તે અંગેના સમાચારો સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થયા હતા. આમ ધમા મિલનની અસામાજિક પ્રવૃત્તિઓ થી સમગ્ર ઊંઝા વાકેફ છે, ત્યારે સૌમિલ પટેલ કહે છે કે હું ધમા મિલન વિશે વધારે જાણતો નથી એ વાત ગળે ન ઉતરે એવી છે. ક્યાંક ને ક્યાંક સૌમિલ પટેલ એક મોટું રહસ્ય છુપાવી રહ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.                                         
તો વળી સૌમિલ પટેલ એ જી એસ ટી ચોરીમાં નાસતા ફરતા ડિરેક્ટરનો ભત્રીજો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૌમિલ આ સંબંધોને નકારી ભલે રહ્યો હોય પરંતુ ક્યાંક ને ક્યાંક સૌમિલના આ કરતૂતો પાછળ કેટલાક લાભ ખાટૂ તત્વોના છૂપા આશીર્વાદ હોવાનું પણ હવે મીડિયામાં ચર્ચાવા લાગ્યું છે. વધુમાં સૌથી મોટો સવાલ એ ખડો થયો છે કે વર્ષોથી એપીએમસીમાં કર્મચારી તરીકે ફરજ બજાવતો સૌમિલ ને દિનેશ પટેલના નેતૃત્વ વાળી બોડીના 450 દિવસ પછી જ એકાએક કેમ આક્ષેપો કરવાની ફરજ પડી ? સૌમિલ પટેલે લગાવેલા છુપા કેમેરા નો ભાંડો ફૂટી જતાં સમીર પટેલ બેબાકળો બનીને મનફાવે તેવા બેબુનિયાદ આક્ષેપો કેમ કરવા લાગ્યો ? સૌમિલ પટેલે સહી ઉડી જાય તેવી બોલપેન નો ઉપયોગ શા માટે કર્યો ? જો સેસ કૌભાંડ ચાલતું જ હતું તો સૌમિલ પટેલે સહકાર વિભાગ ને શા માટે જાણ ન કરી? તેણે સૌ પ્રથમ મીના પટેલ ને શા માટે આ વિડીયો ફૂટેજ આપ્યા ? સવાલો અનેક છે પરંતુ સૌમિલ તરફથી સવાલોના જવાબો હજુ સંતોષકારક રીતે પ્રાપ્ત થાય તો અને તો જ ખબર પડે કે કૌભાંડ નો આક્ષેપ કરનાર સૌમિલ પટેલ કેટલા અંશે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર છે ?