BreakingNews Editorial Gujarat Politics

Exclusive : પાણીપુરી મામલે વાયરલ ઓડિયો કલીપને લઈ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ કર્યો મહત્વનો ખુલાસો

મો.ન્યુ.ફો.નેટવર્ક : તાજેતરમાં રાજ્યમાં બિન આરોગ્ય પ્રદ પદાર્થો નો ઉપયોગ કરી બનાવેલ પાણીપુરી વાળાઓ પર આરોગ્ય તંત્રએ સપાટો બોલાવ્યો હતો.ગુજરાત બાદ હવે બોમ્બે માં પણ સપાટો બોલાવવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહયા છે,ત્યારે પોરબંદરના ઍક સામાજિક કાર્યકર રાજુ ઓડેદરાએ રાજ્ય આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી સાથે કરેલ આક્ષેપ બાજી નો ઍક ઓડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.જેમાં વર્ષોથી બિન આરોગ્યપ્રદ પાણીપુરી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાવાળાઓ ઉપર આટલાં વર્ષો પછી કેમ ધ્યાન પડ્યું તેવો સવાલ પૂછવામાં આવતાં “તમે જ આરોગ્ય મંત્રી બનો” આવો જવાબ આપતાં કુમાર કાનાણીનો ઓડિયો લોકો ઠેર-ઠેર સાંભળી રહ્યાં છે.

ત્યારે આ બાબતે Morning News Focus  દ્રારા આરોગ્ય મંત્રી કુમાર કાનાણી નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે,રાજ્યમાં આરોગ્ય સાથે ચેડાં કરનાર ખાદ્ય પદાર્થો વેચનાર વેપારીઓ પર અવાર નવાર સ્થાનિક તંત્ર દ્રારા દરોડા પડતા જ હોય છે, તંત્ર દ્રારા બિન આરોગ્યપ્રદ વેચાણ કરનારાઓ પર આરોગ્ય તંત્ર દરોડા પાડે એ બાબતને રાજકીય રંગ આપવો એ કેટલે અંશે પ્રજા ના હિત માં કહેવાય ? અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમય અગાઉ અમદાવાદમાં ઍક સોડા વેચનાર દ્રારા શૌચાલય ના પાણી નો ઉપયોગ થયો હોવાનો વિડીયો વાયરલ થતા તંત્ર દ્રારા દરોડા પાડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતુ કે પાણી પુરી વેચનારાઓ પર દરોડા પાડવાની બાબતે સરકારની કોઈ ખોટી દાનત નથી,પણ રાજ્યમાં બિન આરોગ્યપ્રદ વસ્તુઓ નું વેચાણ ના થાય અને ખાસ કરીને ચોમાસાની સીઝનમાં લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે આરોગ્ય તંત્ર સતત કાર્યશીલ રહે છે.