Editorial Gujarat Politics

Exclusive : PM મોદી ના જૂનાગઢ ખાતેના કાર્યક્રમનો વિરોધ કરવાની કૉંગ્રેસના આ દિગજજ નેતાએ ચીમકી આપતાં ખળભળાટ

મો.ન્યુ.ફો.નેટવર્ક : PM મોદી ગુજરાત ની ઍક દિવસ ની મુલાકાતે આવી રહયા છે,ત્યારે તંત્ર દ્રારા તડામાર તૈયારી ઓ કરાઈ રહી છે.PM મોદી દિલ્હી થી સીધા સુરત એરપોર્ટ ઉતરશે,જયાંથી તેઓ વલસાડ અને પછી જૂનાગઢ ખાતે જશે,ત્યારે PM મોદી ના જૂનાગઢ ખાતેના કાર્યક્રમ નો વિરોધ કરવાની કૉંગ્રેસ ના દિગજજ નેતા વિરજી ઠુમ્મરે ચીમકી આપતાં તંત્ર સાબદૂ થયુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ ખાતે PM મોદી પશુપાલન હોસ્પિટલ નું લોકાર્પણ કરશે,ત્યારે મોદી ના જૂનાગઢ ખાતેના કાર્ય ક્રમ દરમ્યાન ખેડુતો ના પ્રશ્નો ને લઈ PM મોદી નો વિરોધ કરવામાં આવશે એવું કૉંગ્રેસ ના દિગજજ નેતા વિરજી ઠુમ્મરે Morning News Focus સાથેની એક્સકલુંસીવ વાતચિત મા જણાવ્યું હતુ.

વધુમાં ઠુમ્મરે જણાવ્યું હતુ કે ભાજ્પ ના શાસનમાં આંદોલન કરવાની પરવાનગી નથી આપવામા આવતી જે લોકશાહી નું હનન છે.મગફળી કાંડ મા બદનામ થયેલી ભાજ્પ પોતાનુ પાપ છુપાવવા જનતાનો અવાજ દબાવવા માટે પોલીસ નો ખોટી રીતે ઉપયોગ કરી રહી છે.કેગ નો રિપોર્ટ જાહેર નહીં કરતી ભાજપે મગફળીકાંડ ની તપાસ માટે કમિટી નીમવાનું માત્ર નાટક કર્યું છે.