Exclusive : ઊંઝા APMC ના 15 કરોડના સેસ કૌભાંડના આક્ષેપોનો રેલો કોના પગ નીચે ? જાણો

0
1460

જરા વિચારો…..

ત્રણ સભ્યોની તપાસ સમિતિમાં ચેરમેન અને સેક્રેટરીને ક્લિનચિટ

૧૫ કરોડના સેસ કૌભાંડના આક્ષેપો મા ધારાસભ્યને કોના ઇશારે બદનામ કરવામાં આવી રહ્યા છે ?

ધારાસભ્યએ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને સહકાર મંત્રીને પત્ર લખીને તટસ્થ તપાસની માંગ કરી છે.

સૌમિલ પટેલ એ સહી ઉડી જાય તેવી બોલપેન નો ઉપયોગ શા માટે કર્યો ?

સૌમિલ પટેલે ગોઠવેલા જાસૂસી કૅમેરા પકડાઈ ગયા બાદ જ તેને ચેરમેન, સેક્રેટરી અને ધારાસભ્ય સામે આક્ષેપો કરવાનું શરૂ કોના ઇશારે કર્યું ?

ત્રણ સભ્યોની તપાસ સમિતિમાં એપીએમસીના બે ડિરેક્ટરોએ સમર્થન પત્રમાં સહિત શા માટે ન કરી ? તેઓ કોને બચાવવા માગે છે. ?

સૌમિલ પટેલ પર અગાઉ પણ વીજ નાણાંની રકમ ચાઉ કરી જવાનો આક્ષેપ છે ત્યારે તેના ચેરમેન,સેક્રેટરી અને ધારાસભ્ય સામે પંદર કરોડની સેસ કૌભાંડના આક્ષેપોમાં કેટલુ તથ્ય અને કેટલા વિશ્વસનીય ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા એપીએમસી સામે 15 કરોડ સેસ કૌભાંડનો આક્ષેપ છેલ્લા ઘણા સમયથી થઇ રહ્યો છે જેની રજિસ્ટ્રાર દ્વારા તપાસ પણ ચાલી રહી છે ત્યારે કેટલાક મીડિયા દ્વારા આ મુદ્દાને લઈને ‘રજ નું ગજ’ કરવામાં આવી રહ્યું છે.જો કે આક્ષેપ કરનાર વ્યક્તિ હજુ ભૂગર્ભમાં છે.મીડિયામાં વહેતા થયેલા વીડિયોમાં ક્યાંય સેસ ની રકમ ચેરમેન,સેક્રેટરી કે ધારાસભ્ય લેતા દેખાતા નથી છતાં પણ સેસ વિભાગની જવાબદારી સાંભળનાર સૌમિલ પટેલ દ્વારા ગોઠવાયેલ તેના ખાનગી સ્પાય કેમેરા પકડાઈ ગયા બાદ એને પોતાનો બચાવ કરવા ચેરમેન, સેક્રેટરી અને ધારાસભ્ય સામે 15 કરોડની સેસ ચાઉ કરી જવાનો આરોપ નાખ્યો એ કેટલે અંશે વ્યાજબી છે ?

જોકે ધારાસભ્ય સામે આક્ષેપ થતાની સાથે જ ઊંઝાના સક્રિય ધારાસભ્ય ડો. આશાબેન પટેલ તુરંત જ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સહકાર મંત્રી ને પત્ર લખીને આ દિશામાં તટસ્થ તપાસની માગણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોરી કરનાર ક્યારે પોતાની સામે તપાસની માંગ કરે એ માનવામાં જ ન આવે. ડો. આશાબેન પટેલે કરેલી તટસ્થ તપાસની માંગ એ જ તેમની પ્રામાણિકતા સૂચવે છે. તો બીજી તરફ પોતાના ખાનગી કેમેરા ગોઠવી પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટેનુ ષડયંત્ર રચનાર સૌમિલ પટેલ પકડાઈ જતા ની સાથે જ ધારાસભ્ય, ચેરમેન અને સેક્રેટરી સામે આક્ષેપ શરૂ કર્યા એ જ સૂચવે છે કે ‘ચોર ના પગ ક્યાંક કાચા છે’.

સૌમિલ પટેલે કરેલા પાવતી ના આક્ષેપમાં એક વાત તો સ્પષ્ટ છે કે વેપારીઓને જે એકના એક પાવતી બતાવવામાં આવી રહી છે એ પાવતી બતાવનાર ધારાસભ્ય, સેક્રેટરી કે ચેરમેન નથી પરંતુ જેના માથે સેસ ની જવાબદારી હતી તે સૌમિલ પટેલ પોતે જ છે. ક્યાંય એવું પુરવાર થયું નથી કે ધારાસભ્ય, સેક્રેટરી કે પછી ચેરમેને સૌમિલ પટેલને એકના એક પાવતી બતાવવાનો આદેશ આપ્યો હોય, છતાં પણ સૌમિલ પટેલ એકના એક જ પાવતી બતાવતો નજરે પડે છે તે સમયે બાજુમાં ઉભેલો એક કર્મચારી એને હાથથી ઈશારો પણ કરી રહ્યો હોવાનું વીડિયોમાં દેખાય છે. જોકે બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે સૌમિલ પટેલ જીએસટી ચોરીમાં નાસતા ફરતા ડિરેક્ટરનો ભત્રીજો હોઇ તેને અન્ય કર્મચારીઓ ઉપર પોતાનો રોફ જમાવ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે જેથી સૌમિલના ખૌફથી તેની હરકતો સામે અન્ય કર્મચારીઓ મૌન રહેતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

એટલું જ નહીં સૌમિલ પટેલ ની છબી ‘કાચ જેટલી પારદર્શક’ તો નથી જ કારણ કે ભૂતકાળમાં વીજ બિલના નાણાં ચાઉં કરી જવાનો તેની ઉપર સીધો આક્ષેપ છે. તો વળી તેણે સહી ઉડી જાય તેવી બોલપેન નો ઉપયોગ કર્યો હતો જેના પરથી સૌમિલ પટેલ નો ઈરાદો ક્યાંકને ક્યાંક ખોટો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે જ્યારે એપીએમસી દ્વારા ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી ત્યારે બે ડિરેક્ટરોએ આ તપાસ સમિતિ માટેના સમર્થનવાળા પત્રમાં સહી કરી ન હતી. શા માટે ? શું સૌમિલ પટેલ અને આ બે ડિરેક્ટરોની સાથે કાંઈ સાઠગાંઠ છે ખરી ? શું આ બંને ડિરેક્ટરો ઈચ્છતા ન હતા કે આ દિશામાં તટસ્થ તપાસ થાય ? સવાલો અનેક છે જવાબ હવે તપાસને અંતે જ મળી શકે છે. ત્યારે એ જોવું એ રહ્યું કે ખરેખર આક્ષેપ માત્ર આક્ષેપ જ રહેશે કે કેમ ?