Editorial National Politics

PM મોદી ના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે નાણાં મંત્રાલયે કર્યો ચોંકાવનારો ખુલાસો

મો.ન્યુ.ફો.નેટવર્ક : PM મોદી ના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ની મુસીબતો ઓછી થવાનું નામ નથી લેતી,ક્યાંક સારાં સમાચાર આવે તો ક્યાંક ખરાબ.જો કે  પહેલાથી જ ભૂમિ અધિગ્રહણ અને અન્ય અદાલતી અડચણોમાં ફસાયેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માંડ માંડ બહાર આવી રહ્યો છે,ત્યાં તો પાછા નાણાં મંત્રાલય તરફથી ઍક માઠા સમાચાર આવ્યા છે.

રેલવેએ નાણા મંત્રાલય પાસેથી લગભગ 18,000 કરોડ રૂપિયા માંગતાં, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુદ્દે નાણાં મંત્રાલય અને રેલ મંત્રાલય જાણે આમને સામને આવી ગયા હોય ઍમ નાણા મંત્રાલયે ભારતીય રેલવેને કહ્યું કે તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રકમ ભેગી કરે, બજેટમાં આ માટે કોઇ વધારાની સહાય આપવામાં આવશે નહીં.

નેશનલ હાઇ સ્પીડ રેલ કૉર્પોરેશનને આ વર્ષે અંદાજે 10,000 કરોડ રૂપિયાની જરૂરીયાત છે જેનાથી ભૂમિ અધિગ્રહણ કરવામાં આવશે. આ રકમ ભારત સરકારનાં 1.08 લાખ કરોડ રૂપિયાનાં ખર્ચવાળા મેગા પ્રોજેક્ટનો ભાગ છે. આનાથી વધારે ડેડિકેટ ફ્રેટ કૉરિડોર પ્રોજેક્ટ માટે 5,000 કરોડ રૂપિયા આપવાનું વચન સરકારે આપ્યું છે. જો કે બંને મંત્રાલયોનાં આગેવાનોની ઘણી બેઠકો પછી રેલવેને કહેવામાં આવ્યું કે તે ખર્ચ થનારી રકમની વ્યવસ્થા કરે, પછી આ રકમ નાણા મંત્રાલય ચુકવશે. રેલવેએ કહ્યું કે તે વાર્ષિક વ્યાજ અને અન્ય ખર્ચો ઉઠાવવાની સ્થિતિમાં નથી.