મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી કાળાધનના કોથળાઓનો જ્વલંત વિજય : પરેશ ધાનાણી

0
668
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાસાફ થઇ ગયા છે. તમામ બેઠકો પર ભાજપની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે. ત્યારે આને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આ સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે. તેમજ આ સાથે ગુજરાતના રાજકારણમાં તેમની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ચૂંટણીમાં પાટીલની વ્યૂહરચના અને ટીમવર્કને કારણે ભાજપને ફાયદો થયો છે. ત્યારે સી.આર. પાટીલે ભાજપની ભવ્ય જીત થઈ હોવાનું જણાવ્યું હતું.
                                                                   આ આઠ બેઠકો પર અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય હતા પરંતુ કોઈપણ કારણોસર આ આઠે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા અને ભાજપના ખેસ ધારણ કરીને પુનઃ મેદાનમાં ઉતરેલા કોંગ્રેસી ધારાસભ્યોની ભાજપના ખેસ પહેરવાથી જીત થઇ છે. જો કે પક્ષ પલટા પછી પણ ચૂંટણી લડેલા ઉમેદવારોની જીત પાછળ નું મુખ્ય રહસ્ય એ કોંગ્રેસની જૂથબંધી અને માઇક્રો પ્લાનિંગનો અભાવ માનવામાં આવી રહ્યો છે. જોકે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી ભાજપનો ખેસ ધારણ કરે છે ત્યારે મતદારોમાં પણ એ એવી માનસિકતા બંધાઈ ગઈ છે કે જો કોંગ્રેસને જીતાડી શું તો પણ પાછળથી તે ભાજપના થઈ જવાના. બસ આ જ માનસિકતા ભાજપને મોટો ફાયદો કરાવી ગઇ હોય તેવું રાજનીતિના તજજ્ઞો માની રહ્યા છે.
                                                               
કોંગ્રેસને મળેલી આ કારમી હાર પચાવવી કદાચ અઘરી હશે પરંતુ જનતા નો નિર્ણય લોકશાહીમાં આખરી નિર્ણય ગણાય છે. ત્યારે પેટા ચૂંટણીના પરિણામોને લઇને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ દ્વારા તેમની હૈયા વરાળ ઠા લવવાનો પ્રયાસ કર્યો છે. જોકે ભાજપને પછાડવા કોંગ્રેસ પાસે મુદ્દા ઘણા બધા હતા પરંતુ આ મુદ્દાઓને જનમાનસ સુધી પહોંચાડવામાં કદાચ કોંગ્રેસ ક્યાંકને ક્યાંક ઊણી ઉતરી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે પરેશ ધાનાણી ટ્વીટ દ્વારા હૈયા વરાળ ઠાલવતા કહે છે કે,                                                            
“પેટા ચૂંટણીના પરિણામ”
પરિણામ ઈ અમારી ‘ઊણપો’નો અરિસો,
“જનાદેશ”નો નત મસ્તકે સ્વીકાર કરું છું,
મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી
કાળાધનના કોથળાઓનો જ્વલંત વિજય,
ભાજપના “ભાઈ” અને “ભાઉ” સહિત
વિજેતા ઉમેદવારોને અંતરથી અભિનંદન,
આઝાદીની લડાઈમાં અડીખમ ઊભેલા
કોંગ્રેસી કાર્યકરોને સલામ..!