Editorial Gujarat Politics

વિશેષ અહેવાલ : ગુજરાતની આ વિધાનસભા અને લોકસભા સીટ પર ભાજ્પ-ભાજ્પ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના) : આજે પ્રચારના પડઘમ હવે શાંત થઈ જવાના છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ માટે ૨૩મી તારીખે ખરાખરીનો પ્રતિષ્ઠાનો જંગ જામવાનો છે. આ વખતે કોંગ્રેસ ખૂબ જ મજબૂત બની છે જેને લઇને ભાજપની છવ્વીસ બેઠકો મેળવવાની આશા ઉપર પાણી ફરી વળે તો નવાઈ નહિ. એમાંય ખાસ કરીને ગાંધીનગરની લોકસભા સીટ અને ઊંઝા વિધાનસભાની સીટ એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની છે.

ત્યારે આ બંને સીટો ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જેટલો જંગ નથી એટલો વધારે દિલચસ્પ જંગ ભાજપ-ભાજપ વચ્ચે છે. કારણકે ઊંઝા સીટ પર ભાજપના નેતા નારાયણ પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશા પટેલને ટિકીટ આપવાની સખત મનાઈ કરી હતી છતાં પણ પક્ષ દ્વારા આશા પટેલને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે આશા પટેલ ને હરાવવા માટે ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ ખુલીને મેદાનમાં આવી ગયા છે.જેથી કોંગ્રેસ માટે તો બે ની લડાઈમાં ત્રીજો ફાવે એવી લાભકારક સ્થિતિ સર્જાઈ છે.

ગાંધીનગર લોકસભા સીટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. સામે કોંગ્રેસમાંથી સી.જે.ચાવડા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે આ ગાંધીનગર લોકસભા સીટ પર પાટીદાર મતોનું ભારે વર્ચસ્વ છે પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો ઉપર અમિત શાહના ઇશારે ગોળીબાર થયો હોવાનું આજે પણ પાટીદારો માની રહ્યા છે ત્યારે હવે ગાંધીનગર સીટ પર અમિત શાહને હરાવવા માટે પાટીદારો મેદાને પડયા છે, એટલું જ નહીં અંદરખાને ભાજપના કેટલાક નેતાઓ પણ એવું ઈચ્છે છે કે શાહ આ સીટ પર હારી જાય.

કારણ કે પાટીદાર પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ,કેશુભાઈ પટેલ તેમજ નીતિન પટેલ,સૌરભ પટેલ, ડો.વલ્લભ પટેલ, દિલીપ સંઘાણી, નિતિન પટેલ, પરસોત્તમ પટેલ, ડો.એ કે. પટેલ જેવા એક ડઝન નેતાઓ ગુજરાત ભાજપમાં મુખ્ય પ્રધાન બની શકે એવી ક્ષમતા ધરાવતાં હતા પણ તે તમામ ને રાજકીય રીતે ખતમ કરી દેવા પાછળ મુખ્ય ભેજું તો અમિત શાહનું હોવાનું પાટીદારો માની રહયા છે,ત્યારે ગાંધીનગર સીટ ને લઇ એક સૂત્ર પ્રચલિત થયું છે. મોદીને 25 બેઠક આપીશું પણ ગાંધીનગરની એક બેઠક અમિત શાહના કારણે નહીં આપીએ. આ સૂત્રને લઈને ભૂગર્ભમાં શાહ વિરૂદ્ધ પૂર બહારમાં પ્રચાર થઈ રહ્યો છે. અમિત શાહ સામે ભારે રોષ ઊભો થતા મોદી અને અમિત શાહે ગુજરાતમાં રોકાણ વધારીને સભા ભરવી પડી રહી છે. કારણ કે અમિત શાહને હારનો ભય સતાવી રહ્યો છે.