Lifestyle National Personality Politics

……આખરે વિવાદોમાં સપડાયેલ આ પ્રખ્યાત ડાન્સર અને સિંગરે ભાજપનો ખેસ ધારણ કર્યો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : તાજેતરમાં ભાજપે સમગ્ર દેશમાં સભ્ય પદ માટેનું અભિયાન શરૂ કર્યું છે. જેની શરૂઆત 6 જુલાઈએ વડાપ્રધાન મોદીએ પોતાના સંસદીય વિસ્તાર કાશી થી કરી હતી. તેમને સ્વચ્છ ભારત મિશન હેઠળ વૃક્ષારોપણ કરીને દેશના લોકોને આ અભિયાનમાં જોડાવવા માટેની અપીલ કરી છે.ત્યારે આ અભિયાનમાં રવિવારે જાણીતી ડાન્સર સપના ચૌધરી પહેલી વખત સભ્ય બની છે. જવાહર લાલ નેહરુ સ્ટેડિયમ માં દિલ્હી ભાજપના સભ્ય જોડવા માટેના અભિયાન કાર્યક્રમમાં શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપ મહાસચિવ રામલાલ અને મનોજ તિવારીની હાજરીમાં સપના ચૌધરી ભાજપમાં સામેલ થઈ.

જો કે અગાઉ સપનાની તસવીરો પ્રિયંકા ગાંધી સાથે વાઈરલ થઈ હતી. ત્યારબાદથી જ સપનાકોંગ્રેસ પાર્ટી સાથે જોડાશે તેવીઅટકળોએ જોર પકડ્યું હતું. પરંતુ સપનાએ એ વખતે પણ કોંગ્રેસમાં જોડાવવાથી ઈન્કાર કરી દીધો હતો. સપનાએ ત્યારે કહ્યું હતું કે, તેઓ એક કલાકાર છે અને કોંગ્રેસ સાથે જોડાવવાની કોઈ ઈચ્છા નથી. પ્રિયંકા સાથેના ફોટા અંગેના સવાલ પર સપના કહ્યું કે, હા, હું પ્રિયંકા ગાંધીને મળી હતી પણ તે તસવીર ઘણી જુની છે. સપનાએ વધુમાં એવું પણ કહ્યું કે, તે મનોજ તિવારીના સંપર્કમાં છે.

દિલ્હી ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઉત્તર પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર મનોજ તિવારીએ સપના ચૌધરી સાથે અને ભોજપુરી ગાયક ખેસારી લાલ સાથે રોડ શો કર્યો હતો ત્યારથી જ સપનાની ભાજપમાં જોડાવવાની વાત નક્કી થઈ ગઈ હતી. તિવારીનો મુકાબલો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા શીલા દીક્ષીત અને આમ આદમી પાર્ટીના દિલીપ પાંડે સાથે હતો. 12મેના રોજ થયેલી ચૂંટણીમાં મનોજ તિવારીએ જીત નોંધાવી હતી.