Editorial Gujarat Politics

VHPના પુર્વ નેતા પ્રવીણ તોગડીયાએ મોદી સરકારના સાડા ચાર વર્ષના શાસનના વિકાસની ખોલી નાખી પોલ

મો.ન્યુ.ફો.નેટવર્ક. : થોડા સમય પહેલા PM મોદી એ રોજગારી અંગે ઍક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ કે દેશ માં રોજગાર તો વધ્યો છે પણ આંકડા નથી. ત્યારે મોદી સરકારના આ જુઠ્ઠાણા પર VHP ના પુર્વ નેતા પ્રવીણ તોગડીયા એ પ્રહારો કરતા જણાવ્યું હતુ કે,મોદી સરકારના ચાર વર્ષ ના શાસનમાં વેપારીઓને ગુનેગાર, ખેડૂતોને દેવાદાર અને રોજગાર યુવકોને બેરોજગાર બનાવવામાં આવ્યા છે.

“મોદી સરકારના રાજ માં વેપારીઓ ગુનેગાર, ખેડૂતો દેવાદાર “, – પ્રવિણ તોગડિયા

તોગડીયા એ મોદી સરકારને આડે હાથ લેતા જણાવ્યું કે, મોદી સરકાર આવ્યા બાદ સાડા ચાર વર્ષમાં ચાર કરોડ બેરોજગારો વધ્યા છે. ખેડૂતો અને વેપારીઓ ધંધા-રોજગારથી દૂર જઈ રહ્યા છે અને સાથે સાથે હાલની સરકાર વેપારીઓને ગુનેગાર ચીતરી રહી છે. દેશમા વિકાસ થયો નથી પરંતુ જે વિકાસની વાતો કરે છે તે વિકાસનો જવાબ દેશના નાગરીકો જ આપશે તેવો કટાક્ષ કર્યો હતો.

રામ મંદીર મુદ્દે તોગડિયાએ જણાવ્યું હતું કે, મોદી સરકારના સાડા ચાર વર્ષ પૂર્ણ થયા છે પરંતુ હજુ સુધી સંસદમાં રામ મંદિર મુદ્દે કાયદો પસાર કરવામાં આવ્યો નથી. ત્યારે અમારી માંગ છે કે, મોદી સરકાર રામ મંદિર મુદ્દે સંસદમાં આ કાયદો પસાર કરે અને ભવ્ય મંદિર બનાવવા માટે જે કંઈ અડચણરૂપ છે તે તમામ કાર્યવાહી પૂરી કરી ભવ્ય રામમંદિર બનાવવામાં મદદરૂપ થાય.

અત્રે ઉલ્લેખનીય છે કે PM મોદી 20મી જુલાઇએ વલસાડ જિલ્લામાં આવીને 500 કરોડની પાણી પુરવઠાની યોજનાને લીલી ઝંડી આપશે અને આવાસ યોજનાનું લોકાર્પણ કરવાના છે તે પહેલા તોગડીયા એ વાપીમાં ઍક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને વાપી વલસાડ, પારડી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી.