Editorial Gujarat

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ : ‘ ૐ નમઃ શિવાય ‘ ના નાદ થી શિવાલયો ગુંજી ઉઠશે

મો.ન્યુ.ફો.નેટવર્ક :   આજથી રવિવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે.મહાદેવનાં મંદિરે ભાવિકોની ભીડ જામશે અને શિવાલયોમાં હરહર મહાદેવનાં નાદ ગુંજી ઉઠશે. મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાય છે. શ્રાવણ માસનાં સોમવાર નિમીતે વિવિધ મંદિરોમાં યજ્ઞ પણ થાય છે. શ્રાવણ માસને લઇ શિવાલયોને શણગારવામાં આવ્યા છે.

ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં કોઝ વે રોડ પર આવેલ કન્થેરીયા હનુમાનજી ના મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે સવા લાખ રુદ્રાક્ષ ના મણકા ઓ માંથી ભગવાન શિવ નું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યુ છે.આ શિવલિંગ ના દર્શન કરવા લોકો ની ભારે ભીડ જામે છે.અહિ શ્રાવણ માસ દરમ્યાન વિવિધ ભક્તિ સભર કાર્યક્રમો પણ યોજાય છે.

About the author

Editor