ગાંધી જયંતિ : ઊંઝામાં ભાજપના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન તેમજ ખેડૂત સુધારા બિલના સમર્થનમાં રેલી યોજાઈ

0
1075

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : આજે 2 ઓક્ટોબરે શુક્રવારે ઊંઝા ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની ‘ગાંધીજયંતી’ નિમિત્તે ઊંઝા શહેર ભાજપ દ્વારા પૂજ્ય બાપુને ફૂલહાર અને સુતરની આંટી પહેરાવા નો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં ભાજપના ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ તેમજ શહેર કાર્યકારી પ્રમુખ હિતેશભાઈ પટેલ (એચ એચ), એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ તેમજ હોદ્દેદારો અને કાર્યકરોએ પૂજ્ય બાપુને સુતરની આંટી પહેરાવી ફૂલહાર ચડાવી અને નમન કર્યા હતા. સાથે સાથે પૂજ્ય બાપુએ વર્ણવેલા જીવન સિદ્ધાંતોને આત્મસાત કરવા ના શપથ લીધા હતા.

આ ઉપરાંત ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ દ્વારા G-8,શાહ બુઘાલાલ શોપીંગ સેન્ટર,ગાંધીચોક, ઊંઝા ખાતે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં શહેર કાર્યકારી પ્રમુખ હિતેશ પટેલ ઉપરાંત સંજય રાવળ (પેઈન્ટર) મહામંત્રી, ઊંઝા શહેર ભાજપ તેમજ પ્રવિણભાઈ સી. પટેલ મહામંત્રી, ઊંઝા શહેર ભાજપ સહિત કાર્યકર્તા ભાઈઓ-બહેનો, દરેક મોરચાના આગેવાનો, શક્તિકેન્દ્રના પ્રમુખો, સંગઠનના પૂર્વ પ્રમુખ, મહામંત્રી, ચૂંટાયેલા તમામ નગરસેવકો સહિત સૌ હોદેદારો હાજર રહયા હતા.

ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી ઊંઝા શહેર/તાલુકા સંગઠન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સંબંધિત સુધારા બિલના ખેડૂતોના હિતમાં ઐતિહાસિક કાયદાના સમર્થન માટે ઊંઝાના ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલની આગેવાનીમાં સમર્થન રેલીનું ગાંઘીચોક થી સરદાર ચોક સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને રેલીને સફળ બનાવી હતી