Editorial Lifestyle National Politics

લ્યો બોલો ! મોદી સરકારના કેન્દ્રીય મંત્રીએ આદિવાસીઓને વિજય માલ્યા જેવા સ્માર્ટ બનવાની શિખામણ આપી

મો.ન્યુ.ફો.નેટવર્ક :  રાષ્ટ્રીય જનજાતીય ઉદ્યમી કોન્કલેવ 2018માં મોદી સરકારના જનજાતીય કલ્યાણ મંત્રી જુવેલ ઓરામે એક વિવાદિત નિવેદનમાં આદિવાસીઓને પ્રોત્સાહન આપવા માટે વિજય માલ્યા જેવા સ્માર્ટ બનવાની સલાહ આપી છે.

મંત્રી ઓરામે કહ્યું કે, ‘ માત્ર હાર્ડવર્કર ન બનો, સ્માર્ટ વર્કર પણ બનો.’  સ્માર્ટનેસનું ઉદાહરણ આપવા તેમણે આદિવાસીઓને વિજય માલ્યા જેવા બનવાની સલાહ આપી હતી.

એટલુંજ નહીં ઓરામે આ કાર્યક્રમમાં કહ્યું કે, વિજય માલ્યાએ ખોટા કામ કરતાં પહેલાં તેના બિઝનેસને સફળ બનાવ્યો છે. તેની તે સફળતાથી પ્રેરિત થવું જોઈએ. તમે વિજય માલ્યાને ગાળો આપો છો. પરંતુ કોણ છે આ વિજય માલ્યા? તે એક સ્માર્ટ વ્યક્તિ છે.

વધુમાં મંત્રીએ કહ્યુ કે, ‘ માલ્યા એ અમુક બુદ્ધીજીવીઓને કામે રાખ્યા, રાજકીય નિષ્ણાતો અને સરકાર પર પોતાનો પ્રભાવ બનાવ્યો. આવી સ્માર્ટનેસ કરતા તમને કોણ રોકી રહ્યું છે? આદિવાસીઓને કોણ ના પાડે છે કે, તેઓ સિસ્ટમ પર તેમનો પ્રભાવ ન પાડે. તમને કોણે રોક્યા છે કે, તમે બેન્કોને પ્રભાવિત ન કરો.