Election Gujarat

એક્ઝીટ પોલને લઈ ગોપાલ ઈંટાલીયાએ મિડીયાને આપી ખુલ્લી ચેલેન્જ!!

તાજેતરમાં વિવિધ મિડીયા દ્રારા બતાવેલ ગુજરાત ચૂંટણી પરીણામોના એક્ઝીટ પોલને લઈને પાટીદાર, યુથ આઈકોન ગોપાલ ઈંટાળીયાએ મિડીયા પર પોતાની આક્રમક ભાષામાં સોશ્યલ મિડીયામાં પ્રહારો કરી મિડીયા સામે એક ચેલેન્જ પેદા કરી છે..સાથે સાથે મિડીયાની કામગીરી અને વિશ્વનીયતા સામે પણ સવાલ પેદા કર્યા છે.

ગોપાલ ઈંટાળીયાએ સોશ્યલ મિડીયામાં વર્તમાન મિડીયા સામે આ રીતે પડકાર ફેક્યો છે કે,

” ભાજપ જીતે કે કૉંગ્રેસ એ તો ૧૮ તારીખે જોયું જાશે….

પણ ટીવીવાળાએ સવા શેર સુંઠ ખાધી હોય તો ગુજરાતમાં કેરળની સરખામણીમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે એ બતાવે, ગુજરાતનું માથાદીઠ દેવું બતાવે, ખેડૂતની માથાદીઠ આવક બતાવે, ગેસના બાટલાનો ભાવ બતાવે, શિક્ષણના કાયદાનો કેટલો અમલ થયો બતાવે, દારૂ બંધ થયો કે નહીં તે બતાવે, ધારાસભ્યો અને આંદોલનકારીને ખરીદવામાં વપરાયેલ કરોડો રૂપિયા ક્યાંથી આવ્યાં એ બતાવે,

ટીવીવાળા બોવ પાણીયાળીના હોય તો નલિયાકાંડની તપાસ કેટલે પહોચી એ બતાવે, જૂનાગઢનાં થેલેસેમીયાકાંડમાં કેટલાને સજા થઈ એ બતાવે, ચોમાસામાં આખા ગુજરાતના રોડ તુટી ગયા હતાં એમા કેટલાને સસ્પેન્ડ કર્યા એ બતાવે, થાનગઢકાંડમાં શુ પરિણામ આવ્યુ એ બતાવે, દિપેશ-અભિષેકના માવતરને ન્યાય મળ્યો કે નહીં તે બતાવે, ગાંધીનગરમાં એક IPS ની પત્નીએ પોલીસવાળાને ઘરમાં ગોંધી રાખ્યા હતાં તેનુ શુ થયુ એ બતાવે,

Exitપોલવાળા કહે એ રીતે જ રિઝલ્ટ આવવાનું હોય તો ગુજરાતને બતાવે કે ધોલેરા એરપોર્ટ ક્યારે ચાલુ થાશે, ભાવનગરમાં જેમ એન્ડ જ્વેલરી પાર્ક ક્યારે ચાલુ થાશે, નળમાંથી તેલ ક્યારે નીકળશે? ચોટીલા એરપોર્ટ પર પ્લેન ક્યારે આવશે? વિજય માલ્યા પાછો ક્યારે આવશે? જય શાહ જેલમાં ક્યારે જાશે? ગંગા સાફ ક્યારે થાશે? વિદેશમાં રહેલું કાળુંનાણું ક્યારે આવશે? ૬૦ વર્ષ સુધી ભ્રષ્ટાચાર કરનારાઓને સજા ક્યારે થાશે??

Pollવાળાના પછવાડામાં દમ હોય તો બતાવે કે ૭૫ વર્ષની ઉંમરના કારણે આનંદીબેનનું રાજીનામું લેનારાએ વઢવાણમાં ધનજીભાઈ, ઠક્કરનગરમાં વલ્લભભાઈ, ઊંઝામાં નારણભાઈ જેવા ૭૫ સુધી પહોંચેલાને ટિકિટ કેમ આપી?

મીડિયા હાઉસના એસી સ્ટુડિયોમાં બેસીને ભાજપની દલાલી કરતા દલ્લાઓ અને એમનાં આકાઓમાં તાકાત હોય તો નેનો પ્લાન્ટમાં સરકારે કેટલી જમીન અને કેટલી લૉન આપી એ બતાવે, બદલામાં નેનો પ્લાન્ટ ગુજરાતના રોજગાર ક્ષેત્રમાં કેટલા ટકા હિસ્સો ધરાવે છે એ બતાવે,

ટીવીવાળામાં દમ હોય તો સાધન-સુવિધાના અભાવે ગટરમાં ગુંગળાઈ મરતા મારા સફાઈ કામદાર ભાઈઓ અને એમનાં પરિવારની હાલત બતાવે, ફિક્સ પગારમાં ઓશિયાળૂ જીવન જીવતો કર્મચારી બતાવે, મામુલી પગારમાં દીવસ-રાત બંદોબસ્ત કરતો પોલીસ જવાન બતાવે,

અને આ ExitPoll મુજબ જો ભાજપ આવવાનું છે તો ટીવીવાળાને વિનંતી કે ભાજપનો ૨૦૧૭ નો ચૂંટણી ઢંઢેરો બતાવે ભાજપ આવતાં પાંચ વર્ષ સુધી શુ કરવાની છે…

અરે ભાઈ ભાજપનાં પાલતુ કૂતરાઓ જો ગુજરાતમાં ભાજપ જ આવવાની હોય અને તમારા માતૃશ્રીએ સવા શેર સૂંઠ ખાધી હોય તો પ્રજાના અચ્છે દિન ક્યારે આવશે એ બતાવો…..બાકી ખોટા પોલ બતાવી લોકો ડરાવવાનું બંધ કરો.

અને હા પોલ સાચો પડે કે ખોટો પડે, ચૂંટણીમાં ભાજપ જીતે કે કૉંગ્રેસ!!!! જે જીતે તે ભલે જીતે બાકી પાટીદારોના ન્યાય અને અધિકાર માટે, સફાઈ કામદારોના અધિકાર માટે, ખેડુતોના હક્ક માટે, ફિક્સ પગારદારને પૂરા પગાર માટે, કોન્ટ્રાક્ટ કર્મચારીને કાયમી નોકરી માટે, ૧૦૮/આંગણવાડી/આશાવર્કરના સન્માન અને સ્વાભિમાન માટે, ભૂમિહિનોને જમીનના ટુકડા માટે, સસ્તા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે, સારી આરોગ્ય સુવિધા માટે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાં માટે, જાતિવાદ દુર કરવા માટે અને સંવિધાનને સંપુર્ણ રીતે લાગુ કરવા માટેની લડાઈ ચાલુ રહેશે…ચાલુ રહેશે અને ચાલુ જ રહેશે…

જેને જે ઉખાડવું હોય એ ઉખાડી લે બાકી જીવશુ ત્યાં સુધી આ ભાજપની ભવાઈની આજીવન નસબંધી કરી પાડી દેવા માટે મહેનત કરીશું…”

ઈન્કલાબ જીન્દાબાદ…
જય સંવિધાન…જય વિજ્ઞાન…જય જવાન…જય કિસાન
જય જય ગરવી ગુજરાત