ખેડૂતો માટેની સરકારની યોજનાઓ માત્ર લોલીપોપ સમાન : જૂનાગઢમાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આત્મહત્યા કરી

0
979

મોર્નિંગ ન્યુઝ ફોકસ,જૂનાગઢ :   આ વર્ષે ખેડૂતોને બમણો ફટકો પડયો છે. એક બાજુ કોરોનાની મહામારી છે તો બીજી બાજુ અતિશય વરસાદને કારણે ખેડૂતો નો મોટા પાકનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે. સરકારે સહાયની જાહેરાત કરી છે પણ એ માત્ર હવે લોલીપોપ સમાન સાબિત થઈ રહી હોય તેવુ લાગી રહ્યું છે. જૂનાગઢ માં એક ખેડૂતે પાક નિષ્ફળ જતા ખેતરમાં જ આત્મહત્યા કરી લીધી હોવાના કિસ્સા થી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ,  સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે જૂનાગઢના ખેડૂતનો કપાસનો પાક નિષ્ફળ જતાં તેણે પોતાના જ ખેતરમાં સળગીને આપઘાત કરી લીધો.જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં રહેતા બાબુભાઈ પોંકિયાએ પોતાના ખેતરમાં આ વર્ષે કપાસનો પાકનું વાવેતર કર્યું હતું. ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ જતા તેઓ ટેન્શનમાં રહેતા હતા. જેના કારણે તેમને ભારે નુકાસન આવતા દેવામાં ડૂબી જશે તેવો ડર સતાવતો હતો. બાબુભાઈને અન્ય કોઈ રસ્તો ન દેખાતા તેમણે આખરે તેમના જ ખેતરમાં સળગીને આપઘાત કરી લીધો. પરિવારજોને જ્યારે ખબર પડી તો તેઓ શોકમાં ડૂબી ગયા. આ મામલે પોલીસે જાણ કરવામાં આવી પોલીસે ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.