Editorial National Politics

જી.એસ.ટી. ભરનારાઓ માટે ખુશ ખબર, આ રીતે ભરશો તો મળશે બમ્પર કેશબેક

મો.ન્યુ.ફો.નેટવર્ક :  શનિવારે નાણા મંત્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠક યોજાઈ હતી જેમાં GST બાબતે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતાં.જે પૈકી નો મહત્વનો નિર્ણય એ હતો કે જે RuPay કાર્ડ અને BHIM એપ દ્વારા ડિજિટલ ચૂકવણી કરનારને જીએસટીમાં બમ્પર કેશ બેક આપવામાં આવશે.

આ ઉપરાંત જીએસટી કાઉન્સિલે નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) સેક્ટર સાથે જોડાયેલા મુદ્દાઓને જોવા માટે રાજ્ય નાણાંમંત્રી શિવ પ્રતાપ શુક્લાની અધ્યક્ષતામાં મંત્રીજૂથ બનાવવાનો નિર્ણય કર્યો. આ મંત્રીજૂથમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને પંજાબ તથા કેરળના નાણામંત્રી શામેલ છે.આ રીતે MSME સેક્ટરમાં કાયદાકીય અને પ્રક્રિયા સાથે જોડાયેલા મુદ્દાઓ માટે એક લૉ કમિટિની રચના કરાઈ છે, જેમાં કેન્દ્ર અને રાજ્યોના ટેક્સ ઓફિસર હશે. ટેક્સ રેટ સાથે જોડાયેલા મામલાને ટેક્સ ઓફિસર્સની ફિટમેન્ટ કમિટી સંભાળશે.

ડિજિટલ ચૂકવણી પર ઈન્સેન્ટિવ પર ગોયલે કહ્યું કે આ પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે અને ઈચ્છુક રાજ્યો તેને શરૂ કરશે. તેમણે કહ્યું, પાયલટ પ્રોજેક્ટના આધારે અમે આવકથી લાભ થયો કે નુકસાન તેનું અભ્યાસ કરીશું.બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીની અધ્યક્ષતા વાળા મંત્રીસ્તરીય પેનલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને રૂપે કાર્ડ અને ભીમ એપથી પેમેન્ટ પર કેશ બેક આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી.

જે લાગૂ થયા બાદ  RuPay કાર્ડ અને BHIM યૂપીઆઈ દ્વારા પેમેન્ટ કરનારા ગ્રાહકોને કુલ જીએસટી અમાઉન્ટના 20 ટકા અથવા 100 રૂપિયા (જે પણ વધારે હશે) કેશ બેક મળશે. જીએસટી કાઉન્સીલની આગામી બેઠક ગોવામાં 28-29 સપ્ટેમ્બરે યોજાશે.