Editorial Gujarat Trending

મહિલાઓની સલામતીને લઇ રાત્રિ પેટ્રોલિંગ અંગે ગુજરાત પોલીસે લીધો મહત્વનો નિર્ણય

મો.ન્યુ.ફો.નેટવર્ક :   ગુજરાત ના જાંબાઝ  DGP શિવાનંદ ઝા એ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને આદેશ કર્યો છે કે  રાત્રિ પેટ્રોલિંગમાં પોલીસ સ્ટેશનની મહિલા કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવે.આ સાથે જ સ્પષ્ટ શબ્દોમાં પોલીસ જવાનોને સૂચના આપતા જણાવ્યું કે નાઇટ રાઉન્ડ વખતે રસ્તા પર લોકોની ખોટી પજવણી કરવામાં ન આવે તેમજ તમામ પોલીસ કર્મી રાત્રે રાઉન્ડમાં નીકળે તો યુનિફોર્મ ફરજીયાત રહેશે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ‘ પોલીસ માટે વ્યક્તિ નહીં પણ યુનિફોર્મ જ છે જે ગુનેગારોમાં ડર અને સામાન્ય પ્રજામાં વિશ્વાસ અને શાંતિ જગાવે છે. યુનિફોર્મ વગર રાઉન્ડ મારવાથી પોલીસની હાજરી દેખાતી જ નથી. તેમજ દરેક પોલીસ સ્ટેશનમાં 30% સ્ટાફ વારાફરતી નાઇટ ડ્યુટી કરે તેવી પણ સૂચના આપી છે.’

આ ઉપરાંત,  દરેક જિલ્લામાં SP અને શહેરમાં ડે.કમિશ્નર માટે સપ્તાહમાં બે નાઈટ રાઉન્ડ ફરજીયાત કરવાનો પણ પોલીસ વડાએ આદેશ આપ્યો છે.દરેક નાઈટ પેટ્રોલિંગ ટીમે મધરાતના 2 વાગ્યાથી લઈને સવારના વહેલા 5 વાગ્યા સુધી શંકાસ્પદ અવરજવર કરતી તમામ કાર્સ પર ધ્યાન રાખી તેનું ચેકિંગ કરવા પણ કહેવામાં આવ્યું છે. અને દરેક જગ્યાએ નાઇટ પેટ્રોલિંગનો રીપોર્ટ સવારે 8 વાગ્યે સિટી પોલીસ કંટ્રોલ રુમ અને 11 વાગ્યા સુધીમાં રાજ્ય પોલીસ કંટ્રોલ રુમ મોકલી આપવા પણ કહેવાયું છે.