Gujarat Politics

ગુજરાત ના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા ની તબિયત લથડી, હાલમાં સારવાર હેઠળ

મો.ન્યુ.ફો.નેટવર્ક :  ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત બગડતાં હાલ તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,ભુપેન્દ્રસિંહને ફૂડ પોઇઝનિંગ થતાં તેમને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.ગઈ કાલે મોડી રાત્રે ફૂડ પોઇઝનિંગ થતાં પહેલા ગાંધીનગર સિવિલ લાવવામાં આવ્યા હતા. વાપીથી લગભગ 10.30 વાગે રાત્રે ટ્રેનમાં અમદાવાદ આવ્યા પછી તેમની તબિયત બગડી હતી.

સૂત્રોએ આપેલી માહીતી મુજબ, ડાયારીયા વધી જતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર પણ વધી ગયું હતું. ગત રાત્રે યુ.એન મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

Tags