Gujarat Politics

ગુજરાત ભાજપના વધું એક ધારાસભ્ય માથે લટકતી તલવાર : ગેરલાયક ઠરશે તો મંત્રી પદ ગુમાવશે

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : તાજેતરમાં પબુભા માણેકને ગુજરાત ઇલેક્શન કમિશનને ગેરલાયક ઠરાવતા તેમનું ધારાસભ્ય પણ હવે રદ થશે થશે, ત્યારે હજુ પણ ભાજપ ના એક ધારાસભ્ય માથે લટકતી તલવાર છે. ધોળકા વિધાનસભા ની સીટ પરથી ચૂંટણી લડી શિક્ષણ મંત્રી બનેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે પણ હજુ લટકતી તલવાર હોવાનું માનવામાં આવી રહ્યું છે કારણ કે આ ચૂંટણીમાં બેલેટ પેપરને લઈને ગોટાળો થયો હોવાની ફરિયાદ થયેલી છે જેમાં ક્યાંક ને ક્યાંક કોર્ટે પણ સ્વીકાર્યું છે કે ગણતરીમાં ગોટાળો થયો છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકા વિભાનસભા ની ચૂંટણીમાં બેલેટ પેપરની ગણનામાં વિવાદ મામલે ભૂપેન્દ્ર ચુડાસમાની જીતને પડકારતી રિટમાં સાક્ષીઓના નિવેદન અને વીડિયો ફૂટેજ બાદ હાઇકોર્ટે ચૂંટણીપંચ, તત્કાલીન ચૂંટણી અધિકારી ધવલ જાની અને વિનિતા બોહરાને પક્ષકાર તરીકે જોડવા આદેશ આપ્યો હતો. પક્ષકારો પૈકી ધવલ જાની અને વિનિતા વોરાને હાઇકોર્ટે અગાઉ એફિડેવિટ સાથે હાજર રહેવા આદેશ આપ્યો હતો.

ધવલ જાની અને વિનિતા બોહરાના એડવોકેટ દ્વારા રજૂઆતની પરવાનગી માગતા હાઇકોર્ટે બંનેને આગામી મુદતે મતગણતરી સમયના વીડિયો ફૂટેજ તેમજ કોલ રેકોર્ડ સાથે હાજર રહેવા આદેશ આપ્યો છે.અગાઉ રિટર્નિંગ ઓફિસરને હોદ્દા પરથી દૂર કરાયા હતાઃ ધોળકાની વિધાનસભા ચૂંટણીના વિવાદમાં રિટર્નિંગ ઓફિસરે મતગણતરીમાં યોગ્ય પ્રક્રિયા ન અનુસરી હોવાનું નોંધ્યા બાદ ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસર અને પ્રાંત ઓફિસર ધવલ જાનીને હોદ્દા પરથી ખસેડી વેઈટિંગ ફોર પોસ્ટિંગ રાખ્યા છે.