EDUCATION Gujarat Politics

ગતિશીલ મુખ્યમંત્રી અને પ્રગતિશીલ શિક્ષણમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું શિક્ષણ ખાડે ગયુ, આંકડાઓ જાણી તમે પણ ચોકી જશો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક (દિખા સો લિખા) : ગુજરાતમાં શિક્ષણ સુધારવા માટે શાળા પ્રવેશોત્સવથી લઈ ગુણોત્સવ સુધીના વિવિધ કાર્યક્રમો કરી મુખ્યમંત્રીથી લઈ મુખ્યસચિવ સુધીના અધિકારીઓ અને નેતાઓ ગુજરાતભરની શાળાઓમાં ઉત્સવોમાં ભાગ લેતા હોય છે, પરંતુ હકીકત એ છે કે રૂપાણી સરકારના શાસનમાં અને મજબૂર  શિક્ષણ મંત્રી ના નેતૃત્વમાં ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે. કારણકે સરકાર દ્વારા કરાતા તાયફાઓ એ માત્ર અને માત્ર સરકારની પ્રસિદ્ધિ માટે હોય છે નહીં કે બાળકોના ભવિષ્યને સુધારવા. જે ગઇકાલના ધોરણ 12 સાયન્સના પરિણામ પરથી ફલિત થયું છે.

ગઈકાલે પ્રસિદ્ધ થયેલ ધોરણ 12 સાયન્સના પરિણામ માં 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓ ની સંખ્યા વધી છે, જ્યારે 100 ટકા પરિણામ લાવતી શાળાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાની ચોરી અટકાવવા માટે પરીક્ષાર્થીઓ પર સીસીટીવીથી લઈ સજ્જડ સુરક્ષા ગોઠવે છે, છતાં પણ આ વર્ષે પરીક્ષામાં કોપી કેસની સંખ્યા ગત વર્ષની તુલનાએ ત્રણ ગણી વધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1,34,352 હતી, તેમાં પણ ચાલુ વર્ષે 10,492 વિદ્યાર્થીના ઘટાડા સાથે આ વર્ષે 1,23,860 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી.રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 42થી ઘટીને 35 થઈ ગઈ છે જ્યારે 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં લગભગ 90 ટકાનો વધારો થઈ 26થી વધીને 49 થઈ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણ પાછળ 1.13 લાખ કરોડનો ખર્ચ કર્યો છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 1.42% ડ્રોપ આઉટ રેશિયો નોંધાયો. શિક્ષણની સુધારવા માટે ઘડાતા તમામ નિયમો માત્રને માત્ર કાગળો સુધીજ સીમિત રહી જતા હોય છે. બીજી બાજુ રાજ્યમાં ખાનગી શાળાઓની દાદાગીરી સતત વધી રહી છે. ખાનગી શાળાઓ શિક્ષણ વિભાગના નિયમો ને પણ અનુસરવાની સ્પષ્ટ ના પાડી રહી છે, ત્યારે રાજ્યમાં ફૂલડે સ્કૂલોના વધતા જતા ક્રેઝને લીધે પણ વાલીઓની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. પણ શિક્ષણ વિભાગ આ બધી બદીઓને આજ સુધી નિવારવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે જેની પાછળ સરકારની મેલી મુરાદ અને શિક્ષણ મંત્રી ની મીલી ભગત જવાબદાર હોવાનું મનાય છે.