Gujarat Politics

આક્ષેપ/ અલ્પેશ કથિરિયાના નામે ભાજપના ગુંડાઓએ હાર્દિક પટેલની સભામાં હોબાળો મચાવ્યો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : હજુ હાર્દિક પટેલના લાફાકાંડની શાહી બુજાઈ નથી ત્યાં જ ફરી અમદાવાદના નિકોલમાં અમદાવાદ પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલની સભામાં હાર્દિકની સામે હોબાળો થયો છે. હાર્દિક પટેલ જ્યારે સભા સંબોધવા પહોંચ્યો ત્યારે લોકોએ ખુરશીઓ ઉછાળી હોબાળો મચાવ્યો હતો. પાસના નેતા અલ્પેશ કથિરીયાના સમર્થકોએ હાથમાં વી વોન્ટ ગબ્બરના પોસ્ટર લઈ ‘હાર્દિક હાય હાય…’ના નારા લગાવ્યા હતા.

હોબાળો થતાં હાર્દિકના સમર્થકો અને અલ્પેશ કથિરીયાના સમર્થકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હતી. જેમાં હાર્દિકના સમર્થકોએ અલ્પેશના સમર્થકોને ખુરશી-ખુરશીએ માર્યા હતા. જો કે પોલીસ સભામાં હોવા છતાં પરિસ્થિતિ વધુ તંગ બનતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.અંતે પોલીસે 6 લોકોની અટકાયત કરી છે.


હાર્દિકને આ સભામાં અસમાજિક તત્વો દ્વારા હુમલો થવાનો ડર હોઇ હાર્દિક પટેલે અગાઉ થી જ અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખી વધુ સિક્યુરિટીની માંગ કરી હતી. હાર્દિકપટેલે મીડિયા સાથે વાતચીત કરતાં ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે ભાજપના ગુંડાઓએ સભા બગાડવા માટે અને મારા ડરના કારણે હોબાળો મચાવ્યો હતો. આ હોબાળો અને ઘટના ભાજપ પ્રેરિત હતી.ગીતા પેટલે કહ્યું ભાજપની સભામાં લોકો થતાં નથી એટલે હોબાળો કરાવ્યોઃ અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર ગીતા પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે ભાજપની સભામાં લોકો થતાં નથી એટલે મારી સભામાં વધુ લોકો જોઈ ભાજપના મળતિયાઓએ હોબાળો કરાવ્યો હતો.