હેપી બર્થડે / વડનગરના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 70મા જન્મ દિવસની ખૂબખૂબ શુભકામનાઓ : ગીરીશભાઈ પટેલ,નગરસેવક વડનગર

0
1110

મોર્નિંગ ન્યુઝ ફોકસ,વડનગર :  ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગરમાં જન્મેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમના 70 માં જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર દેશમાંથી શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે વડનગરના નગરસેવક ગિરીશભાઈ પટેલે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને તેમના 70 મા જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.

વડનગરના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને પરમ કૃપાળુ પરમાત્મા સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રદાન કરે તેમજ દીર્ઘજીવી બનો એવી ખૂબ ખૂબ શુભકામનાઓ
                    – ગીરીશભાઈ પટેલ, નગર સેવક વડનગર
  અત્રે નોંધનીય છે કે નરેન્દ્રભાઈ મોદીનો જન્મ ઐતિહાસિક નગર વડનગરમાં થયો હતો. તેમને પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પણ વડનગરમાં જ મેળવ્યું હતું. ઉપરાંત વડનગર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બચપણની અનેક યાદો જોડાયેલી છે. ધારાસભ્ય નગરપાલિકા કે પંચાયતની ચૂંટણી લડ્યા સિવાય સીધા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે ગુજરાતને વિકાસ મોડેલ બનાવ્યું હતું અને એ વિકાસ મોડેલના સહારે નરેન્દ્ર ભાઈ મોદી વડાપ્રધાન બન્યા હતા.