હેપી બર્થડે : ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ ‘ઇન્ડસ્ટ્રીયલ વેર હાઉસનો પ્રાઇવેટ કોન્સેપ્ટ’ લાવનાર એશિયાની સૌથી મોટી APMCના ચેરમેન દિનેશભાઇ પટેલનો આજે જન્મ દિવસ

0
1249
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :   ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ ઇન્ડસ્ટ્રીયલ વેરહાઉસ નો પ્રાઇવેટ કોન્સેપ્ટ લાવનાર અને સિંચાઈ વિભાગમાં ક્લાસ ટુ ઓફિસર તરીકેની ફરજ બજાવી ચૂકેલ અને વર્તમાન માં એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ નો આજે જન્મદિવસ છે. સામાન્ય ખેડૂત પુત્ર એવા દિનેશભાઇ પટેલે જીવનમાં અનેક નાના-મોટા સંઘર્ષ કરીને એશિયાની સૌથી મોટી એપીએમસી ઊંઝા માર્કેટ યાર્ડના ચેરમેન પદ સુધી પહોંચ્યા છે .
તમને જાણીને આશ્ચર્ય થશે કે એશિયાની સૌથી મોટી એપીએમસીના ચેરમેન બનનાર દિનેશભાઈ પટેલ સિવિલ એન્જિનિયર છે.અને સિંચાઈ વિભાગમાં ક્લાસ ટુ તરીકેની ફરજ બજાવનાર દિનેશભાઈ પટેલ સૌપ્રથમ ઉત્તર ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ વેરહાઉસ નો પ્રાઇવેટ કોન્સેપ્ટ લાવ્યા હતા એટલું જ નહીં ઉત્તર ગુજરાતમાં કુંવરજી,કલ્પતરું, shubham logistics જેવી મોટી વેર હાઉસ કંપનીઓને ખેંચી લાવવામાં તેમનો મહત્વનો ફાળો છે. ઉત્તર ગુજરાતમાં ઉનાવા, બ્રાહ્મણવાડા ખાતે ઇન્ડસ્ટ્રીયલ વેરહાઉસ ઉભા થયા છે જે ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.
એટલું જ નહીં દિનેશભાઈ પટેલ સિવિલ એન્જિનિયર હોવાને કારણે તેઓ એક કુશળ બિલ્ડર છે. શિવાલયા ડેવલોપર્સ નામની કંપનીના તેઓ સ્થાપક છે.તેઓ ક્રેડાઈ બિલ્ડર એસોશિયેશન ના પણ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમના પ્રયત્નોથી કડી ખાતે પાર્થ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટિક પાર્ક ઉભું થયું છે. એક કુશળ મેનેજમેન્ટ પાવર ધરાવતા દિનેશભાઈ પટેલ અનેક સામાજિક સંગઠનો સાથે પણ જોડાયેલા છે. ઊંઝા લાયન્સ ક્લબના પ્રમુખ રહી ચુકેલા દિનેશભાઈ પટેલ બાળપણથી જ ખેતીવિષયક એગ્રીકલ્ચરલ પ્રવૃત્તિઓમાં ભારે રસ ધરાવે છે. ઊંઝા એપીએમસી ચેરમેન પદ સંભાળ્યા બાદ દિનેશભાઈ પટેલે અનેક ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓ ને વેગ આપ્યો છે. તેમના કુશળ મેનેજમેન્ટ પાવર ને કારણે આજે ઊંઝા એપીએમસી અનેક સિદ્ધિના સોપાનો સર કરી રહી છે.