Editorial Gujarat Politics

હાર્દિક પટેલના 25 ઓગષ્ટના ઉપવાસ આંદોલનને લઈ થયો મોટો ફેરફાર, જાણો શુ છે રણનીતિ ?

મો.ન્યુ.ફો.નેટવર્ક : હાર્દિક પટેલ ના ઍક દિવસીય ઉપવાસમાં ગુજરાત સરકારની કઠપૂતળી બનેલી પોલીસ વિલન બનતા ભારે હંગામો થયો હતો,જેને લઇ હાર્દિક ના 25 ઓગષ્ટ ના ઉપવાસનું સ્થળ બદલવા નું નક્કી થયુ હતુ.જો કે તાના શાહી ચલાવતી રૂપાણી સરકાર હવે હાર્દિક પટેલ ના આ ઉપવાસ આંદોલન થી ફફડી રહી છે,ત્યારે અમદાવાદ માં કોઈ પણ જગ્યાએ હાર્દિક ને ઉપવાસ ની પરવાનગી ના મળતાં હાર્દિક સહીત ના પાટીદારો અકળાયા છે.

એમાંયે હાર્દિક નો જમણો હાથ ગણાતા સુરત ના પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા ની ધરપકડ કરતા સુરત ના પાટીદારો એ ભારે હંગામો મચાવ્યો હતો,જેના પડઘા આખા ગુજરાતમાં પડયા હતાં.હવે ઉપવાસ આંદોલન થી ડરી રહેલી રૂપાણી સરકારે હાર્દિક ને અમદાવાદમાં ઉપવાસ ની પરવાનગી ના આપતાં છેવટે હાર્દીકે પાસ ના અન્ય ઍક કન્વીનર ના નામે ગાંધી નગર ની સત્યાગ્રહ છાવણી ની મંજુરી માગી છે.

આમ હાર્દીકે ઉપવાસનું સ્થળ સતત ત્રીજી વાર બદલતા અનેક સવાલો ખડા થઈ રહયા છે.જો કે મંજુરી આપવામા આંખ આડા કાન કરતી રૂપાણી સરકારે તેની લોકશાહી વિરોધી માનસિકતા છતી કરી છે.આની વિપરીત અસરો 2019 ની લોક સભાની ચૂંટણીઓ પર થવાની શક્યતાઓ ને નકારી શકાતી નથી,કારણકે હાર્દિક હવે ઍક રાષ્ટ્રીય સ્તરના નેતા તરીકે ઉભરી આવ્યો છે.તો બીજી બાજુ ઉપવાસ આંદોલન ને લઈ જો હાર્દિક છેલ્લી ઘડીએ રણનીતિ બદલશે તો રૂપાણી સરકારનો દાવ ઊંધો પડી શકે છે.