હાર્દિકનો પ્રહાર : Dy. CM નીતિન પટેલનું રક્ષણ ન કરી શકનાર રૂપાણી સરકાર મહિલાઓનું શુ રક્ષણ કરવાની ?

0
1528

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટના બનતાની સાથે જ ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો પરંતુ બહાર આવેલી હકીકત મુજબ નીતિન પટેલ પર જૂતુ ફેંકનાર વ્યક્તિ ભાજપનો નેતા હતો ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે રૂપાણી સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે. ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કહ્યું હતું કે રૂપાણી સરકાર નાયબ મુખ્ય મંત્રીનું રક્ષણ કરી શકતી નથી, તો સામાન્ય માણસનું શું રક્ષણ કરશે ?

હાર્દિક પટેલે કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના કિરિટસિંહ જાડેજાના પ્રચારમાં આ નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલે કહ્યું હતું કે પોલીસની હાજરીમાં નાયબ મુખ્યમંત્રી સાથે જે ઘટના બની તે શરમજનક છે. તેણે વધુમાં કહ્યું, “નીતિન પટેલ પર સ્લિપર ફેંકાયું તેમાં કંઈ નવું નથી. પરંતુ આ શરમજનક છે કે રૂપાણી સરકાર પોતાના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનું રક્ષણ કરી શકી નથી. તે કેવી રીતે સામાન્ય માણસ અને ખેડૂતોનું રક્ષણ કરશે?, ભાજપ કેવી રીતે મહિલાઓ અને મારી બહેનોનું રક્ષણ કરશે? કેવી રીતે ભાજપ નોકરી આપશે?”