Editorial Gujarat Politics

‘જળ સમાધિ’ નો કાર્યક્રમ રોકવા હાર્દિક પટેલ અને લલિત વસોયાને 25 લાખથી એક કરોડની ઓફર થઈ હતી

મો.ન્યુ.ફો.નેટવર્ક : જેતપુરના ભાદર ડેમમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવા મુદ્દે જળસમાધી સંમેલન કાર્યક્રમમાં લલીત વસોયાની સાથે હાર્દિક પટેલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ત્યારે હાર્દિક અને MLA લલિત વસોયાએ મીડિયા સામે કરેલ ઍક ચોંકાવનારા ખુલાસા થી ભાજ્પ સરકાર સામે સવાલો ઉઠ્યા છે.

ધરપકડ બાદ હાર્દિક અને લલિત વસોયાએ મીડિયા ને જણાવ્યું હતુ કે એમને કાર્યક્રમ ના કરવા માટે 25 લાખ થી 1 કરોડ રૂપિયા સુધીની ઓફર આડકતરી રીતે ભાજ્પ ના ઈશારે થઈ હોવાનું જણાવ્યું હતુ.MLA વસોયા અને હાર્દિક પટેલના આ સ્ટેટમેન્ટ થી પુનઃ રાજકારણ ગરમાઈ શકે છે.