Gujarat Politics

હાર્દિક પટેલને વધું એક તમાચો/દહેગામની જન આક્રોશ સભામાં ખુરશીઓ ખાલી રહી

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક(દિખા સો લિખા) : ગઈકાલે હાર્દિક પટેલને સુરેન્દ્રનગરની રેલીમાં જાહેરમાં તરૂણ ગજ્જર નામના વ્યક્તિએ   તમાચો માર્યો હતો. ત્યારબાદ આ મુદ્દે જોરદાર રાજકારણ ગરમાયું હતું. જોકે હાર્દિક પટેલે પણ આ માટે ભાજપને જવાબદાર ઠેરવી હતી એટલું જ નહીં હાર્દિકને થપ્પડ મારનાર વ્યક્તિના ભાજપના નેતાઓ સાથેના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

જોકે એક થપ્પડ ખાધા બાદ આખો દિવસ હાર્દિક મીડિયામાં છવાઈ ગયો હતો બીજી બાજુ ઓ જોઈએ તો આ ઘટના બાદ હાર્દિકને પાટીદારોની વધારે હમદર્દી મળી હતી પરંતુ આજે દહેગામમાં હાર્દિક પટેલની જનાક્રોશ સભામાં લોકોની હાજરી ખૂબ જ ઓછી જોવા મળી હતી જેને લઇને એવું ચર્ચાઈ રહ્યું હતું કે કદાચ આજે જનતાએ હાર્દિકની સભા થી અળગા રહીને હાર્દિક ને બીજો તમાચો મારી દીધો હતો. જોકે લોકોની પાંખી હાજરીથી ખુદ હાર્દિક પણ ડઘાઇ ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે હાર્દિક પટેલને પડેલા તમાચા બાદ ગુજરાત સરકારે ઘટનાની ગંભીર નોંધ લેતા હાર્દિક પટેલની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી દીધી છે. આથી આ સભા સ્થળે પોલીસ કાફલો પણ તૈનાત થઇ ગયો હતો.જોવાની ખૂબી એ હતી કે સભાસ્થળે પ્રજાજનો કરતા પોલીસની સંખ્યા વધુ દેખાતી હતી. હાર્દિકને તમાચો પડ્યા બાદ ગઈકાલે દેશભરના મિડીયામાં તેને વ્યાપક કવરેજ મળતા તેની લોકપ્રિયતા અચાનક વધી જશે એવી તેની કલ્પના દહેગામના આ ફ્લોપ શો બાદ ખૂટી પડી હતી.