Editorial Gujarat Politics Social Media News

પાટણ ખાતે ભાષણમાં PM મોદી અપશબ્દ(ગાળ) બોલ્યા? જાણો વાયરલ વિડીયોનું સત્ય

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પાટણમાં એક સભા સંબોધી હતી જેમાં તેમણે પાણી વિશે ખુબ જ મહત્વની વાત કરી હતી જેનો એક વિડિયો ‘Modi Said ‘BC” એવા હેડિંગ સાથે સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યો છે જેમા એવો દાવો કરાઈ રહ્યો છે કે મોદી પાટણ ખાતે આપેલા ભાષણમાં ગાળ(અપશબ્દ) બોલ્યા હતા. વીડિયોમાં પીએમ મોદીએ પાટણ ખાતે આપેલા ભાષણનો એક અંશ લેવામાં આવ્યો છે જેમાં એક જગ્યાએ પીએમ મોદી કહે છે કે, ‘બધા કહે છે પાણી માટે લડાઈ થવાની છે……… એ પછી ના શબ્દમાં વિડિયો ને એવી રીતે એડિટ કરાયો છે કે સાંભળનારને એવું લાગે કે આ વાક્ય પછી મોદી ગાળ બોલે છે.

 

 (વાયરલ વિડીયો)

આ વિડીયો કૉંગ્રેસ સમર્થક ગૌરવ પાંધી નામની એક વ્યક્તિએ તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. તેણે જે વીડિયો શેર કર્યો છે તે ‘ધ ક્વીન્ટ’ નામની ન્યુઝ વેબ સાઈટ નો એડીટ કરેલો વિડીયો છે.એટ્લે કે ‘ધ ક્વીન્ટ’ ના આ વિડીયો સાથે છેડછાડ કરવામાં આવી છે. પીએમ મોદીએ છેલ્લા ૩૦ સેકન્ડમાં પાણી વિશે વાત કરી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે, ‘લોકો એમ કહે છે કે ભવિષ્યમાં લડાઈ પાણી માટેની થવાની છે તો પછી અમે અતારથી પાળ કેમ ન બાંધીએ?’

ત્યારે એ વાત સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયામાં શેર કરી રહેલ વિડીયોમાં  પીએમ મોદી એમ કહે છે કે, “અલ્યા ભઇ બધા કો છો કે પાણીની લડાઈ થવાની છે…..” ત્યાંથી ‘થવાની છે’ શબ્દ અલગ કરીને તેને ફાસ્ટ ફોરવર્ડ કરવામાં આવ્યો છે જેથી એવો ભ્રમ ઊભો થાય છે કે પીએમ મોદી ગાળ બોલ્યા, પણ હકીકતમાં એવું કાંઈ જ છે નહીં. મોદી એવું કાંઈ પણ બોલ્યા નથી આમ આ વિડીયો શેર કરીને કરવામાં આવી રહેલો દાવો તદ્દન ખોટો છે.