ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણબોર્ડે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર, પણ શિક્ષણમંત્રીએ કર્યો ગોટાળો, જાણો સમગ્ર ઘટના

0
22

મોર્નિંગ ન્યુઝ ફોકસ ફોકસ, ગાંધીનગર : તાજેતરમાં ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ ગુજરાત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં કેટલાક પ્રશ્નો અંગે મૂંઝવણ હોય તો વિદ્યાર્થીઓ અને વાલીઓની આ મૂંઝવણ દૂર કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા હેલ્પલાઇન નંબરો ની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ધોરણ 10 તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ જેને જવાબદારી સોંપી છે એવા અધિકારીઓના હેલ્પલાઇન નંબર નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેઓ વિદ્યાર્થીઓના અને વાલીઓના પ્રશ્નનોનું સમાધાન કરશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના ફેસબુક પેજ પરથી મળેલી માહિતી મુજબ, ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીમિત્રો અને વાલીમિત્રોને પરીક્ષાને લગતા પ્રશ્નો અને મુંઝવણો દૂર થાય અને જરૂરી માર્ગદર્શન મળી રહે એ હેતુથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હેલ્પલાઇન શરુ કરવામાં આવેલ છે, જે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. આ હેલ્પલાઇન સવારે ૧૦:૩૦ થી સાંજે ૬:૩૦ સુધી કાર્યરત રહેશે. ધોરણ 10 – શ્રી બી એ ચૌધરી – 63594418988. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ પરીક્ષા – શ્રી વી જે દેસાઈ – 7567918968. ધોરણ 12 સામાન્ય પ્રવાહ – શ્રી બી સી પટેલ – 7567918938. આ માહિતીમાં બી.એ. ચૌધરી નો નંબર ખોટો દર્શાવ્યો છે. જેનો સાચો નંબર છે ધો.10 બી.એ.ચૌધરી- 6359418988 છે.

જોકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના ફેસબુક પેજ પર મુકાયેલ આ માહિતીમાં ધોરણ 10 માટે જે અધિકારી નો નંબર આપવામાં આવ્યો છે એ નંબરમાં ક્યાંકને ક્યાંક મોટી ક્ષતિ રહી ગઈ રહી ગઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે કારણ કે આ નંબરના આંકડા 11 થાય છે. સ્વાભાવિક છે કે મોબાઈલ નંબર દસ આંકડા નો હોય છે. આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે એક પણ ફોન રિસીવ કર્યો ન હતો, જેથી હકીકત શું છે તે જાણવા માટે શિક્ષણ સચિવ ડી. એસ. પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમણે અખબારી યાદી મોર્નિંગ ન્યુઝ ફોકસ ને મોકલી હતી અને સાચો નંબર સુધારી લેવા જણાવ્યું હતું. શિક્ષણ બોર્ડે જાહેર કરેલ આ નંબરો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમને મુંઝવતા પ્રશ્નોનું સમાધાન મેળવી શકશે.