ઊંઝામાં હાઇપ્રોફાઇલ જુગારધામ પકડાયું : ત્રણ કલાક સુધી ફિલ્ડિંગ ભર્યા પછી પોલીસે દરવાજો તોડી 10 જુગારીયાઓને દબોચ્યા

0
2589

પોલીસે પાવડાના ઘા મારી દુકાનનો દરવાજો તોડીઅંદર પ્રવેશ કરી જુગારી પકડ્યા હતા.

મામાની દુકાનમાં ભાણો કેવિન પટેલ જુગારધામ ચલાવતો હતો, રૂ.1.10 લાખ રોકડ,10 મોબાઇલ જપ્ત કરાયા.

જુગારીઓએ દુકાનનો દરવાજો અંદરથી બંધ કરી દેતાં પોલીસે પાવડાના ઘા મારી તોડી નાખ્યો.

જુગારીઓને બચાવવા વગદારોના ધમપછાડા કામ ના આવ્યા.

પકડાયેલ જુગારીયાઓ…

(1) મનીષ રામજી પટેલ, (2) વિષ્ણુ થોભણદાસ પટેલ, (3) આશિષ મણિલાલ પટેલ, (4) વિપુલ રામજીભાઈ પટેલ, (5) ચં દા ણી ચંદ્ર ધરમદાસ, (6) પટેલ કેવિન મુકેશભાઈ, (7) પટેલ રાજેશ બાબુલાલ, (8) પટેલ જગદીશ અંબાલાલ, (9) પટેલ રાજેશ સોમાભાઈ, (10) પટેલ રાકેશ વિષ્ણુભાઈ

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  જેમાં ઊંઝા અન્ડર બીજ પાસે આવેલ શિલ્પ આર્કેડમાં પોલીસ બાતમીના આધારે દરોડો પાડવા ગઈ હતી. પરંતુ અંદર ચાલતી જુગાર ની મેચને આઉટ કરવા માટે પોલીસે બે થી ત્રણ કલાક સુધી ફિલ્ડિંગ ભરવી પડી હતી. જે ઘટના સ્પષ્ટ કરે છે કે ક્યાંક ને ક્યાંક ઊંઝામાં જુગારીયાઓને પોલીસનો ખોફ રહ્યો નથી. ત્રણ કલાક સુધી દરવાજા બહાર બિલ્ડીંગ ભર્યા પછી છેવટે પીઆઇ એ સ્થળ પર આવવું પડ્યું હતું અને વિડીયોગ્રાફી કરી દરવાજા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.         

પ્રાપ્ત વિગતો મુજબ, ઊંઝા પોલીસે સોમવારે બપોરે બાતમીના આધારે શિલ્પ કોમ્પ્લેક્સમાં બીજે માળે આવેલી એસ-7 નંબરનાી દુકાનમાં રેડ કરી જુગાર રમતાં 10 નબીરાઓને રૂ.1.42 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જેને પગલે જુગારીઓને બચાવવા કેટલાક વગદારોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું.

પોલીસે ઘટના સ્થળે પહોંચી દુકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી જુગાર રમતાં 10 નબીરાઓને ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી જુગાર સાહિત્ય, રૂ.1.10 લાખ રોકડ અને રૂ.32,500ના 10 મોબાઇલ મળી કુલ રૂ.1,42,870નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જુગારવાળી દુકાન પટેલ મહેશકુમાર મફતલાલની છે, જેનો ભાણો પટેલ કેવીન મુકેશભાઈ દુકાન ભોગવતો હતો.

ઊંઝા પોલીસે બાતમી આધારે બપોરે 3 વાગે રેડ કરી હતી. પરંતુ જુગારીઓએ દુકાનનો દરવાજો નહીં ખોલતાં આખરે પીઆઈ જે.એસ. પટેલે સ્ટાફ સાથે વીડિયોગ્રાફી અને પંચોની હાજરીમાં પાવડાના ઘા મારી દરવાજો તોડી અંદર પ્રવેશ સાંજે 6 વાગે કર્યો હતો. ભાડાની આ દુકાનમાં ઘણા સમયથી અહીં જુગારધામ ચાલતું હતું. પકડાયેલામાં કેટલાક ટ્રાન્સપોર્ટરો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

બંધ રૂમમાં જુગારની રમત ખેલી રહેલા જુગારીયાઓને પકડવા માટે પોલીસે બે થી ત્રણ કલાક સુધી ફિલ્ડિંગ ભરી હળવી પડી હતી ત્યારબાદ પીઆઇ બી.એસ પટેલ એ સ્થળ પર આવી વિડિયો રેકોર્ડિંગ સાથે દરવાજો તોડી અંદર એન્ટ્રી મારી હતી ત્યારે પત્રકારોને અંદર પ્રવેશવા દીધા ન હતા જેથી પોલીસ સામે નારાજગી પ્રવર્તિ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા જુગારીયા ઊંઝાના મોટા માથા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.