Gujarat Lifestyle Trending

રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ‘વાયુ’ વાવાઝોડાની કેવી છે અસરો ? જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ‘વાયુ’ વાવાઝોડું જેમ જેમ ગુજરાત નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની અસર દેખાવા લાગી છે. રાજ્યના તમામ બંદરો પર ભયજનક નંબર 9નું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે. 150થી વધુ કિ.મીની ઝડપે વાયુ વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને પગલે તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે.વાયુ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ આગામી બે દિવસ સુધી બંધ રહેશે. જ્યારે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં આજ રાતથી જ પેટ્રોલિંગ શરુ કરી દેવામાં આવશે. દરેક જિલ્લામાં એક-એક આર્મીની ટૂકડી પણ તૈનાત કરી દેવાઈ છે.

વાયુ’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. આ પરિસ્થિતિને નીપટવા માટે NDRF સહિત ગુજરાત સરકાર ખડે પગે તૈયારી કરી રહી છે. દીવ સહિતના વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય માટે NDRFની 30 જેટલી ટૂકડીઓ તૈયાર કરવામાં આવી છે. ‘વાયુ’ના પગલે ગીર સોમનાથમાં દરિયો તોફાની બન્યો છે. દરિયામાં પ્રચંડ કરંટ આવી રહ્યો છે જેના કારણે વેરાવળના બંદરે પણ 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.વાયુ વાવાઝોડાની ઈફેક્ટ માત્ર દરિયાકાંઠાના જ નહીં પરંતુ રાજ્યભરના તમામ શહેરો અને જિલ્લાઓમાં જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને ભારે પવન સાથે ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

મળી રહેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, સુરત, નવસારી, ધાંગ્રધ્રા, પાટણીમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.પોરબંદરના અસ્માવતી ઘાટ નજીક 40 જેટલી બોટ દરિયાના પાણીમાં તણાઈ છે. ઉપરાંત કોડીનારના મુળ દ્વારકામાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયાં છે તો સુત્રાપાડામાં દરિયા વિસ્તારના કાચા મકાનોની દિવાલ ધરાશાયી થઈ હતી. દરિયાના પાણી માંગરોળ બંદર વિસ્તારમાં ફરી વળ્યાં છે. દમણની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.