Editorial Entertainment Gujarat

વફા/ પ્રિય વ્યક્તિથી દૂર રહીને પણ પ્રેમને કેવી રીતે જીવંત રાખી શકાય છે?

WAFAA..(વફા)  : સમગ્ર જગતમાં પ્રેમ એક એવી સાંકળ છે જે માનવ માનવ વચ્ચે એકતા માનવતાને જકડી રાખે છે પ્રેમ જ એવી અમો લ ઔષધી છે જે આધિ વ્યાધિ અને ઉપાધિ માં તમામ રોગ ને ડામી શકે છે પરંતુ અહીં યુવાન હૈયાઓ ના ગહન નો પ્રેમની વાત છે.

આજે યુવાન હૈયાઓ સતત એક બીજા પાસેથી સાચા પ્રેમની ઝંખના રાખતા હોય છે પણ અંતે પ્રેમ મળ્યા પછી પણ તેમને ખુદને વિશ્વાસ નથી આવતો કે આ મારો સાચો પ્રેમ છે કે માત્ર એક આકર્ષણ છે? કારણ કે આ પ્રેમ કેટલા સમયે સુધી ટકે છે તેના પર પ્રેમની વિશ્વસનીયતા નક્કી થાય છે. જો માત્ર શરીરના આકર્ષણનો પ્રેમ હોય તો એ લાંબો સમય સુધી ટકી રહેતો નથી અને જો ખરેખર બે સાચા હૈયાઓ, હૃદયની લાગણીઓનો પ્રેમ હોય તો આ પ્રેમ જીવનભર ટકી રહે છે. પ્રેમમાં એવું જરૂરી નથી કે મિલન થવું જ પડે. અરે..!! મિલન વિના પણ ચાહત હંમેશા ટકી રહે તે જ સાચો પ્રેમ છે. પ્રેમનું એજ સાચું સ્વરૂપ ‘વફા’ છે.

Tags