Lifestyle National

IPL 2019 ફાઇનલની બધી ટિકિટો માત્ર બે મિનિટમાં કેવી રીતે વહેંચાઈ ગઇ? કૌભાંડની આશંકા

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝનની ફાઈનલની ટિકિટો માત્ર 120 સેકન્ડ એટલે કે, 2 મિનિટમાં વેચાઈ ગઈ છે. આ બાબત ફેન્સમાં IPLની લોકપ્રિયતા તો દેખાડે જ છે સાથે જ તેની પારદર્શકતા અને મેનેજમેન્ટ પર પણ સવાલ પેદા કરે છે. બુધવારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ કોઈપણ પ્રકારની નોટિસ વિના ટિકિટોનું વેચાણ ખોલ્યું. શરૂ કરતા માત્ર બે જ મિનિટમાં બધી ટિકિટો વેચાઈ ગઈ હતી તે સૌથી આશ્ચર્યજનક બાબત છે.

હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ની સ્ટેન્ડિંગ કમિટીના એક સભ્યે વાંધો ઉઠાવતા કહ્યું કે, ‘ફાઈનલની તમામ ટિકિટો મિનિટોમાં કેવી રીતે વેચાઈ શકે?’ આ ખૂબ જ ચોંકાવનારી વાત છે અને BCCIને ફાઈનલ જોવાની ઈચ્છા ધરાવનારા પ્રશંશકોને જવાબ આપવો પડશે.’ જો કે ટૂર્નામેન્ટની ફાઈનલ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 12 મે એટલે કે રવિવારે રમાવાની છે. આ સ્ટેડિયમની ક્ષમતા 39,000 છે. મોટાભાગની મેચોની 25-30 હજાર ટિકિટો જ વેચાતી હોય છે, પણ આ વખતે આવું કેમ થયું તે કોઈને જાણમાં નથી.

સૂત્રોનું માનીએ તો, 1000, 1500, 2000, 2500, 5000, 10000, 12500, 22500 રૂપિયાવાળી ટિકિટો વેચાવાની હતી. પણ, EventsNowએ 1500,2000,2500 અને 5000 રૂપિયાવાળી ટિકિટો જ વેચી. અન્ય ટિકિટોનું શું થયું? આ વિશે કંઈ જાણવા મળ્યું નથી. આ અંગે ફેન્સ સવાલ ઉઠાવી રહ્યાં છે.EventsNowના સુધીર રેડ્ડીએ આ વિશે કહ્યું, ‘હું કોઈપણ જાણકારી આપી શકું તેમ નથી. અમે તે ટિકિટોને વેચી જે અમને મળી હતી. આ વિશે BCCI આન્સરેબલ છે.’ બીજી તરફ, ACAના અધિકારીએ કહ્યું કે, EventsNow અને BCCIને આ મુદ્દે સ્પષ્ટ કરવું જોઈએ.

Tags