Editorial National Personality Politics

ઍક વિમાન મુસાફરી દરમ્યાન મોતના મુખમાંથી કેવી રીતે બચ્યા હતા અટલજી ? જાણો રસપ્રદ કિસ્સો

મો.ન્યુ.ફો.નેટવર્ક : પુર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપાઇ ના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે.50 વર્ષ ની રાજકીય સફરમાં અટલ જી ના જીવનના અનેક કિસ્સાઓ સદૈવ પ્રેરણાદાયિ બની રહેશે.

અટલ બિહારી વાજપેયીની બાયોગ્રાફી ‘હાર નહીં માનુંગા’માં એક કિસ્સો જણાવાયો છે, જેને પત્રકાર વિજય ત્રિવેદીએ વર્ણવ્યો છે

અટલજી ઍક વાર હિમાચલ પ્રદેશમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરવા ઍક નાના વિમાનમાં ધર્મશાળા જઈ રહ્યા હતા. આ મુસાફરીમાં તેમની સાથે વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભા સાંસદ રહેલા બલબીર પુંજ પણ હતા. આ મુસાફરી દરમિયાન વાજપેયીને ઊંઘ આવી ગઈ. આ દરમિયાન વિમાનનો સહ-પાઈલોટ કોકપિટની બહાર આવ્યો અને તેણે પુંજને પૂછ્યું કે, શું તેઓ આ પહેલા ક્યારેય ધર્મશાળા આવ્યા છે?

પુંજે એવું પૂછવાનું કારણ પૂછ્યું તો સહ-પાઈલોટે જણાવ્યું કે, એર ટ્રાફિક કન્ટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને અમને ધર્મશાળા મળી રહ્યું નથી. વિમાન ચાલકો પાસે ઘણો જૂનો નક્શો હતો અને નીચે જે દેખાઈ રહ્યું હતું, તે એ નક્શા સાથે મેળ ખાતું ન હતું. એટલામાં વાજપેયીની ઊંઘ ઉડી ગઈ.

જ્યારે પુંજે તેમને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા તો વાજપેયી બોલ્યા, ‘જો જાગતો હોઈશ અને ક્રેશ થશે તો વધુ તકલીફ થશે એટલે ફરીથી સૂઈ જઉં છું.’ એમ કહીને તેઓ ફરીથી સૂઈ ગયા.બાદમાં આ વિમાનનો સંપર્ક ઈન્ડિયન એરલાઈન્સના એક વિમાન સાથે થયો અને તેની મદદથી ધર્મશાળાની જગ્યાએ કુલ્લુમાં સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું.