Gujarat Lifestyle National Personality Politics Trending

નરેન્દ્ર મોદીએ બીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા ત્યારે વતન વડનગરમાં લોકોએ કેવી રીતે વ્યકત કરી ખુશી? જુઓ ફોટો અને વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ગઈકાલે નરેન્દ્ર મોદીએ બીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારે મોદીના વતન વડનગરમાં LED સ્ક્રીન પર આ શપથ ગ્રહણ સમારોહ બતાવવામાં આવ્યો હતો.

જે નિહાળવા મોટી સંખ્યામાં વડનગર વાસીઓ શર્મિષ્ઠા તળાવ પાસે એકત્રિત થયા હતા અને સમગ્ર શપથ સમારોહ નિહાળ્યો હતો.

એટલું જ નહીં પરંતુ મહિલાઓએ આનંદ વ્યક્ત કરવા માટે ગરબા પણ કર્યા હતા. યુવાનોએ પણ ડીજેના તાલે ડાન્સ કર્યો હતો. અને નરેન્દ્ર મોદીના બીજી વાર વડાપ્રધાન બનવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.વડનગરમાં ગઈકાલે ખુબજ ખુશીનો માહોલ હતો.

તો બીજી બાજુ ગાંધીનગરમાં રહેતા પ્રધાનમંત્રીના માતા હીરાબાએ પણ ટીવી સ્ક્રીન પર દીકરા નરેન્દ્રનો શપથ સમારોહ નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો.