Editorial National Politics

અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ભાજ્પ ના કેટલા સાંસદોએ મોદી સરકારને દગો દીધો ? : જાણો હકીકત

મો.ન્યુ.ફો.નેટવર્ક : શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટનું પરિણામ સ્ક્રીન પર આવ્યું ત્યારે મોદી સરકારના હરખ નો પાર ના રહ્યો. પણ બીજી બાજુ ચિંતા ઉપજાવનારી બાબત એ છે કે ભાજપના 3 સાંસદોએ વોટિંગ કર્યું ન હતુ. સદનમાં હાજર 451 સાંસદો માંથી અવિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં 325 વોટ પડ્યા અને અવિશ્વાસના સમર્થનમાં 126 વોટ પડ્યા. નોંધનીય છે કે સરકારે 2/3 વોટ મેળવી લીધા હતા.

પણ બીજી તરફ જોઈએ તો Bjp પાસે ગૃહમાં 328 સંસદોનો આંકડો હતો પરંતુ તેમના પક્ષમાં 325 વોટ પડ્યા છે. આ સંજોગોમાં સવાલ ઊભો થાય છે કે, કોઈ 3 સાંસદોએ વોટિંગ કર્યું નથી. જોકે આ ત્રણ સાંસદો કોણ છે તે વિશે હજી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહમાં એનડીએ સરકારના પક્ષમાં કુલ 328 સાંસદો હતા. તેમાં બીજેપીના 271, AIDMKના 37 સાંસદો, એલજેપી ના 6 સાંસદો, અકાળી દળના 4 સાંસદો, જેડીયુના 2 સાંસદ, આરએલએસપી ના 2 સાંસદ અને અપના દળના 2 સાંસદ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત રિપબ્લિકન પાર્ટી, નાગા પીપુલ ફ્રંટ, નેશનલ પીપુલ પાર્ટી અને સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના 1-1 સાંસદોએ પણ સરકારના પક્ષમાં વોટ કર્યો હતો. આમ, સરકારના સમર્થનમાં 328 વોટ પડવાના હતા. આવા સંજોગોમાં 3 સાંસદ કોણ છે જેમણે સમર્થનમાં વોટિંગ નથી કર્યું તેમનો કોઈ ખુલાસો થઈ શક્યો નથી.બીજી તરફ ઍક સમયના Bjpની સૌથી નજીકના સહયોગી માનવામાં આવતા શિવસેનાએ અવિશ્વાસ પ્રસ્તાવથી અંતર રાખ્યું હતું. આટલું જ નહીં તેમણે રાહુલ ગાંધીના ભાષણના પણ વખાણ કર્યા હતા.