Editorial Gujarat Politics Trending

લલિત વસોયા 5 થી 10 લાખ મળે તો પણ આંદોલન સમેટી લે એવા છે, એક કરોડની ઓફરની વાત ખોટી છે

મો.ન્યુ.ફો.નેટવર્ક : તાજેતરમાં લલિત વસોયા ના જળ સમાધિ કાર્યક્રમ ને લઇ રાજકારણ ગરમાયુ હતુ,જેનો વસોયા ની ધરપકડ બાદ નાટકીય રીતે અંત આવ્યો હતો,ત્યારે હવે વસોયા એ સાડી ઉદ્યોગના પ્રદૂષણ સામે કરેલ આંદોલન સામે જેતપુરમાં મજુરો દ્વારા એક સભા અને રેલીનું આયોજન કરી આવેદનપત્ર સુપ્રત કરાયું હતુ઼.જેમાં વસોયા ઉપર ગંભીર આરોપ મુકાયો હતો કે વસોયા ની આંદોલન રોકવા કરોડો ની ઓફર ની વાત ખોટી છે,તેઓ તો પાંચથી દસ લાખ રૂપિયામા પણ આંદોલન સમેટી લે એમ છે.

યોજાયેલ રેલીમાં શહેરભરના 1500 સાડીના કારખાનાઓમાંથી 10હજાર જેટલા મજૂરો ઉમટી પડયા હતા. ડાઇંગ એસોસીયેશનના પ્રમુખ રાજુભાઇ પટેલે એવા આક્ષેપ કર્યા હતા કે લલિતભાઈની ચૂંટણી વખતે ડોનેશનની માંગ નહીં સંતોષાતા તેને કારણે તેઓ આવા ખોટા વાહિયાત આક્ષેપો કરે છે. સભામાં આયોજક કલ્પેશભાઈ રાંકે ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ ઉપર મજુરો લોકસભાની ચૂંટણી નજરમાં રાખી આ પ્રદૂષણ નામનું રાજકારણ રમતા હોવાના આક્ષેપો કર્યા હતા.

લલિતભાઈ કરોડની વાત કરે છે પરંતુ તેઓ તો પાંચથી દસ લાખ રૂપિયામા પણ આંદોલન સમેટી લે એમ છે. પરંતુ અમોએ તેમને કોઈ ઓફર જ નથી કરી. જેતપુરનો સાડી ઉદ્યોગ સ્મોલ સ્કેલ એટલે કે ગૃહ ઉદ્યોગ જેવો ઉદ્યોગ છે. જેમાં ઘરકામ કરતી ગૃહણીઓને ઘર બેઠા બાંધણાઓ ભરીને પણ રોજી રોટી મેળવે છે. અને પ્રદૂષણ ક્યાંક હશે તેનું અમો નિરાકરણ કરવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ. આગામી દિવસોમાં ઝીરો પ્રદૂષણની યોજના પર અમે કાર્ય કરીએ છીએ તેવું જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયાએ જણાવ્યુ હતુ.સભાની પૂર્ણાહુતિ બાદ મજુરોની રેલી નીકળી હતી. લગભગ 10હજાર જેટલી સંખ્યામાં મજુરો રેલીમાં જોડાતા બે થી ત્રણ કિમી જેટલી લાંબી રેલી શહેરના અમરનગર રોડ, જુનાગડ રોડ થઈ મામલતદાર કચેરીએ પહોંચી હતી.