Gujarat Politics

કેન્દ્રમાં જો ભાજપની સીટો ઘટશે તો એના માટે જવાબદાર CM રૂપાણી હશે, જાણો શા માટે

મોર્નિંગ ન્યુઝ ફોક્સ(સુના સો ચુના) : લોકસભાની ચૂંટણીના પરિણામને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પરિણામને લઇને દરેક પક્ષમાં ભારે ઉત્સુકતા છવાઈ ગઈ છે. 2014ની ચૂંટણીમાં સંપૂર્ણ રાજકીય વાતાવરણ મોદી તરફ, ભાજપ તરફ હતું પરંતુ 2019માં પરિસ્થિતિ કંઈક જુદી જ હતી. ત્યારે હવે ફરીથી કેન્દ્રમાં મોદી સરકાર બનશે કે કેમ એ તો હવે પરિણામના દિવસે જ ખબર પડી શકે છે.

પરંતુ એ હકીકત છે કે મોદી માત્રને માત્ર ગુજરાત મોડેલ ના સહારે જ પ્રધાનમંત્રી પદ સુધી પહોંચ્યા હતા. ગુજરાતમાં મોદીએ જે વિકાસ કાર્ય કર્યા હતા એ વિકાસ કાર્યોના પડધા સમગ્ર દેશના તમામ રાજ્યોમાં જ નહીં બલ્કે વિદેશમાં પણ પડ્યા હતા અને 2014માં દેશની જનતા એ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે મન મક્કમ કરી લીધું હતું અને છેવટે મોદી એક રેકોર્ડ સાથે પ્રધાનમંત્રી બન્યા હતા. એટલું જ નહીં 2014માં ગુજરાતની જનતાએ 26 એ 26 સીટો ભાજપને જીતાડી હતી જ્યારે 2019માં ગુજરાતમાંથી ભાજપને 6 થી વધારે સીટો નું નુકસાન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

પણ મોદીના દિલ્હી ગમન બાદ ગુજરાતમાં જે સ્થિતિ સર્જાઇ એ સ્થિતિને કારણે ટોચની સપાટી ઉપર પહોંચેલી મોદીની લોકપ્રિયતા ને મોટો આંચકો આવ્યો, કારણ કે ગુજરાત મોડેલ મોદીના ગયા બાદ રૂપાણી સરકારના શાસનમાં સંપૂર્ણ પણે બદનામ થઈ ગયું. રૂપાણીના શાસનમાં ગુજરાતમાં અનેક કાંડ ખુલ્યા એમાં ઓછું હતું ત્યારે માત્ર મગફળી કાંડ, તુવેર કાંડ કે ખાતર કાંડ જ નહીં પરંતુ કેટલાક નેતાઓના સેક્સ કાંડ પણ ખુલ્યા હતા. આ બધા જ કાંડ લોકસભાની ચૂંટણી ના માહોલમાં ખુલ્લા પડ્યા જેને લઇને ભાજપની લોકપ્રિયતા ને ધક્કો લાગ્યો.

વળી ગુજરાત મોડેલ કે જેના સહારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા હતા એ ગુજરાત મોડેલ રૂપાણી સરકારના શાસનમાં એટલું બદનામ થયું કે નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં પણ ક્યાંય ગુજરાત મોડેલનો ઉલ્લેખ કરી શક્યા ન હતા. રૂપાણી સરકારે મોદીના ગુજરાત મોડેલને બદનામ કરવામાં પણ કોઈ કચાસ રાખી નથી જેને પરિણામે મોદીની જે લોકપ્રિયતા હતી, લોકચાહના હતી, ગુજરાત મોડેલની જે લોકપ્રિયતા હતી તેમાં ઘટાડો થયો. આમ ગુજરાત મોડેલ બદનામ થવાથી ભાજપને પણ નુકસાન ગયું છે. તેથી જો હવે કેન્દ્રમાં કદાચ ભાજપ ની સીટો માં ઘટાડો થશે તો ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ એવા ગુજરાત મોડલ ને બદનામ કરનાર રૂપાણીને પણ જવાબદાર ગણવા અયોગ્ય ન ગણાય.