Editorial Gujarat Politics Trending

સરકાર ત્રણમાંથી એક પણ માંગણી સ્વીકારે તો ઉપવાસ છોડવા તૈયાર: હાર્દિક પટેલ

મો.ન્યુ.ફો.નેટવર્ક : હાર્દિક પટેલે રક્ષાબંધનની પુર્વ સંધ્યાએ પોતાના ઘરે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. પ્રથમ દિવસે હાર્દિકના ઉપવાસને ટેકો આપવા માટે અમદાવાદ ઉપરાંત ગુજરાતભરમાંથી પાસના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હાર્દીકે મીડિયા સાથે ની વાતચિત મા જણાવ્યું હતુ કે જો સરકાર અમારી ત્રણ માંગ માંથી ઍક પણ માંગ સ્વીકારે તો આંદોલન છોડી દેવા તૈયાર છું.

છેલ્લા 2 મહિનાથી ઉપવાસ માટે મંજૂરી માંગી રહેલ હાર્દિકે મંજુરી ના મળતાં છેવટે ઘરે જ ઉપવાસ ચાલુ કર્યા છે.ત્યારે હાર્દિક ના આ ઉપવાસ આંદોલન ને તોડી પાડવા રૂપાણી સરકારે લોકશાહી ના ભોગે સામ, દામ,દંડ,ભેદ ની નીતિ અખત્યાર કરી છે,ત્યારે હાર્દીકે જણાવેલ કે જો સરકાર,પાટીદારો ને અનામત,ખેડુતો ને દેવા માફી અથવા અલ્પેશ કથિરિયા ની રાજદ્રોહ માંથી મુક્તિ આ ત્રણ માંથી ઍક પણ માંગ સ્વીકારે તો હુ આંદોલન છોડવા તૈયાર છું.

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે બીજો દિવસ છે. ઉપવાસના બીજા દિવસે ઉપલેટા, ધોરાજી, ધ્રાંગધ્રા, ઊંઝા, ભાણવડ અને ચાણસ્માના સમર્થકો જોડાશે. આજે રક્ષાબંધન હોવાથી કેટલીક બહેનો હાર્દિકને રાખડી બાંધવા પહોંચીછે. ત્યારે હાર્દિકના ઘરે આવતા તમામ લોકોની પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.હાર્દિક ની બહેન મોનિકા એ પણ હાર્દિક ને રાખડી બાંધી સરકાર સામે પ્રહાર કર્યા હતા.