Breaking : શાળા કોલેજો શરૂ કરવાને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : આ તારીખથી શરૂ થશે વર્ગ શિક્ષણકાર્ય

0
465

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ગાંધીનગર : છેલ્લા ૬ મહિના કરતા વધુ સમયથી કોરોના જેવી વૈશ્વિક મહામારી ને કારણે શાળા તેમજ કોલેજો બંધ હાલતમાં છે જોકે આ દરમિયાન વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય ન બગડે તે માટે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે હવે ગુજરાત સરકારે શાળાઓ અને કોલેજો ખોલવાને લઈને મહત્વનો નિર્ણય આજની કેબિનેટ બેઠકમાં લઈ લીધો છે.

આજની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગેની જાણ કરતાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આગામી 23મી નવેમ્બરથી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એટલે કે ધોરણ ૯ થી ૧૨ અને કોલેજનું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. જેમાં કેન્દ્ર સરકારની SOP મુજબ શિક્ષણકાર્ય શરૂ કરવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણી ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો હોવાનું શિક્ષણ મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું.