Gujarat

‘વાયુ’ વાવાઝોડાની દહેશતને પગલે શાળા,કોલેજો માટે લેવાયો મહત્વનો નિર્ણય

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડુ ‘વાયુ’ 13 એપ્રિલે ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વાવાઝોડાને કારણે સરકાર દ્વારા સાવચેતીના પગલા રૂપે કામગીરી શરૂ કરી દીધી છે. NDRFની ટીમો પણ સ્ટેન્ડ બાય મોડ પર મૂકવામાં આવી છે.

‘વાયુ’ વાવાઝોડાને લઈને હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દરિયાકાઠાના ગામોને એલર્ટ પર આપવામાં આવ્યું છે. આ અંગે ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે આશરે ત્રણ લાખ જેટલા લોકો નું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ આ વાવાઝોડાને પહોંચી વળવા માટે તમામ પ્રકારની બચાવ ટીમોને સ્ટેન્ડ બાય મોડમાં રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે તમામ જિલ્લાના કલેકટરો અને મંત્રીઓને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આવતીકાલે 12 જૂનથી હાજર રહેવાની સૂચના અપાઇ છે.

જોકે સુરેન્દ્રનગર સિવાય સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અને કચ્છના તમામ વિસ્તારોમાં 110થી 120 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે.ટીવી અહેવાલ મુજબ, પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ સંભવિત અસરગ્રસ્ત  વિસ્તારોમાં બે દિવસ શાળા-કોલેજો અને આંગણવાડી કેન્દ્રો માં રજા ની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર આ સમસ્યા સામે પહોંચી વળવા માટે રાજ્ય સરકારની પડખે છે. આ ઉપરાંત આ વાવાઝોડા સામે સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા સુસજ્જતા દર્શાવાઈ છે.

About the author

Editor