રૂપાણી સરકારના માસ્કના આકરા દંડ અંગે મહેસાણા ભાજપના નેતાનું મહત્વનું નિવેદન, જાણો શુ કહ્યું

0
594

માસ્ક ના નામે વસુલવામાં આવતા એક હજારના આકરા દંડ થી લોકોમાં કચવાટ.

મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી એ પણ આડકતરી રીતે આ દંડની રકમને અયોગ્ય ગણાવી.

લોકોને પોસાય એટલી જ દંડની રકમ હોય તો વધારે સારું : મંત્રી,મહેસાણા જિલ્લા ભાજપ

માસ્કના આકરા દંડ અંગે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખને પૂછતા તેમણે મિટિંગમાં હોવાનું જણાવી બોલવાનું ટાળ્યું

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : કોરોનાની વૈશ્વિક મહામારી એ દેશના અર્થતંત્રની કમર તોડી નાખી છે. લોકોના ધંધા રોજગાર ઉપર પણ એની ખૂબ જ ભારે અસર પડી છે. જોકે અનેક લોકોએ વૈશ્વિક મહામારી ને કારણે થયેલ lockdown માં પોતાના વ્યવસાયો માં ભારે નુકસાન સહન કરવાનો પણ વારો આવ્યો છે, તો જે લોકો દિવસે રળી અને દિવસે ખાતા હતા એવા લોકોની સ્થિતિ તો ખરેખર વિકટ બની ચૂકી છે. ત્યારે ગુજરાતમાં રૂપાણી સરકાર દ્વારા માસ્ક ના નામે જે એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે તેને લઈને મહેસાણા જિલ્લા ભાજપના મંત્રી નું મહત્વ નું નિવેદન આવ્યું છે.

ગુજરાતમાં રૂપાણી સરકાર દ્વારા માસ્ક ના નામે જે એક હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે તેને લઈને મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં સામાન્ય તેમજ મધ્યમ વર્ગમાં ક્યાંકને ક્યાંક ભારે કચવાટ ની લાગણી છે. કારણ કે આ દંડ એક સામાન્ય મજૂરી કરીને પેટીયું રળતા તેમજ મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ આકરો સાબિત થઇ રહ્યો છે, ત્યારે મહેસાણા જિલ્લા ભાજપના મંત્રી નિલેશ પટેલે આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે માસ્કનો જે 1000 રૂપિયા દંડ છે તે ખૂબ જ વધારે છે. આ દંડ જો દરેક વર્ગને પોષાય એટલો હોય તો વધારે સારું. સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે જ્યારે કોરોના ની કોઈ જ દવા નથી ત્યારે માસ્ક પહેરવું જરૂરી છે કારણ કે હાલના સમયમાં માસ્ક અને સોશિયલ distance જ એકમાત્ર કોરોનાને અટકાવવા નો ઈલાજ છે.