Editorial National Personality Politics Trending

પાકિસ્તાનમાં ઇમરાન ખાનના શપથ સમારોહમાં સિદ્ધુ ની આ હરકતથી સર્જાયો વિવાદ, ભાજપે ઉઠાવ્યા સવાલ

મો.ન્યુ.ફો.નેટવર્ક : પુર્વ ક્રિકેટર અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના ઈમરાન ખાન ના શનિવારે 10.50 વાગ્યે પાકિસ્તાનના વજીર-એ-આજમ માં યોજાયેલ શપથ ગ્રહણ સમારોહમાં ભારતના પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમા મંત્રી નવજોત સિંહ સિદ્ધુ સામેલ થયા હતા, પરંતુ સમારોહમાં તેમના બેસવાની જગ્યા અને પાકિસ્તાનના આર્મી ચીફને ગળે મળવાને લઈને વિવાદ ઉભો થયો છે.જેની સામે ભાજપે પણ સવાલ ઉઠાવ્યા છે.

શપથગ્રહણ સમારોહ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુને પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના રાષ્ટ્રપતિ મસૂદ ખાન સાથે બેસાડવામાં આવ્યા હતા. આ બેઠક વ્યવસ્થા પર ઘણા દેશોમાં ભારતના રાજદૂત રહેલા વિવેક કાત્જૂએ સવાલ ઉઠાવ્યા છે.

આ ઉપરાંત સિદ્ધુ એ રાષ્ટ્રપતિ ભવનમાં પાકિસ્તાનના સેનાધ્યક્ષ કમર જાવેદ બાજવા સાથે મુલાકાત દરમિયાન તેઓ તેને ગળે પણ મળ્યા હતા. આ એજ બાજવા છે જેમના ઈશારા પર તેમની સેના આપણી સરહદો પર ખૂની જંગ ખેલે છે.

આમ એકબાજુ સરહદ પર નાપાક પાકિસ્તાન દેશ ના સૈનિકો સાથે ખૂની જંગ ખેલે છે,ત્યારે બીજી બાજુ સિદ્ધુ પાકિસ્તાનના સેનાધ્યક્ષ ને ગળે મળે છે,જેને લઈ સોશ્યલ મીડિયામાં પણ આકરી ટીકા થઈ રહી છે,ઉપરાંત કૉંગ્રેસ પણ ક્ષોભ જનક સ્થિતિમાં મુકાયું છે.