Gujarat

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા એક્શનમાં, પાણીની સમસ્યાના ઉકેલ માટે આ ટોલ ફ્રી નંબર પર જાણ કરો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : હાલમાં ગુજરાતમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની તીવ્ર અછત સર્જાઇ છે. જેને લીધે સરકાર પણ ખૂબ જ ચિંતિત છે. ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા પણ પાણીની અછતને નિવારવા માટે સતત સક્રિય રહ્યા છે. કોઈપણ વિસ્તારમાં જ્યારે પણ પાણીની ફરિયાદ મળે તરત જ આ ફરિયાદને નિવારવા માટે તેઓ કામે લાગી જાય છે અને ફરિયાદ કરનારને સામેથી ફોન કરીને જે તે વિસ્તારની માહિતી લઈ તેને તાકિદે ઉકેલવા લાગી જાય છે.

 

અર્થાત સરકારના મંત્રી ની કામગીરી બુલેટ ટ્રેનની જેમ એક્સપ્રેસ ગતિ ઉપર છે એટલું જ નહીં તેમણે સમગ્ર મંત્રાલયને પાણીની અછતને લઇને સક્રિય કરી દીધું છે. આપના વિસ્તારમાં જ્યાં પણ પાણીની તંગી હોય એના માટે આપ  ટોલ ફ્રી નંબર 1916 ઉપર પોતાના વિસ્તારની ફરિયાદ નોંધાવી શકો છો. તરત જ આપને સામેથી એક સંદેશ મળશે જેમાં આપના વિસ્તારની કામગીરી નું કાર્ય અને મોનિટરિંગ કરનાર અધિકારી સાથે આપ મેસેજ માં આવેલ નંબર વડે સીધી વાત કરી શકશો.

જોકે પાણીની અછતને લઇને સરકાર પણ ચિંતિત છે. ઉત્તર ગુજરાતમાં મોટા ભાગના ગામડાઓમાં પાણી ના બોર ની વ્યવસ્થા છે. ત્યારે કેટલાક ગામડાઓમાં પાણીના બોર ની મોટર બળી જાય ત્યારે પાણી બંધ થઈ જતું હોય છે. ઊંઝા તાલુકાના જગનાથપુરા ગામે છેલ્લા ત્રણ દિવસથી પાણીની મોટર બળી ગઈ હોવાથી ગામ લોકો પાણી માટે ટળવળી રહ્યા છે જોકે આ ગામમાં નવી મોટર સહિતની કીટ સરકાર દ્વારા પાસ કરવામાં આવી છે પરંતુ ગાંધીનગરથી હજુ સુધી જે તે પાણી પુરવઠા વિભાગને આ નવી મોટર પ્રાપ્ત ન થઇ હોવાથી લોકોની સમસ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.

સરકાર કામ કરવા માટે ઉત્સુક છે પાણીની સમસ્યાને નિવારવા માટે સરકાર અને સરકારના મંત્રીઓ સતત કાર્યશીલ છે પરંતુ કેટલાક બિન જવાબદાર અધિકારીઓને કારણે લોકોને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે સરકારે પાણીની તંગી નિવારવા ની સાથે સાથે આળસુ અને બિન જવાબદાર અધિકારીઓને પણ ઘરભેગા કરી દેવા જોઈએ જેથી બીજા આળસુ અધિકારીઓને એમાંથી સબક મળી શકે છે. સરકાર અને સરકારના મંત્રાલય દ્વારા થતી કામગીરી પુરજોશમાં છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પાણીની અછત મુદ્દે ખૂબ જ ચિંતિત છે પણ જેટલી ચિંતા મંત્રીજી ને છે એટલી ચિંતા અધિકારીઓને નથી એ વાત સ્પષ્ટ છે.